ગુજરાત ના ડીજીપી નો બદલી હુકમ બજે તે પહેલાજ વડોદરા રૂરલ પોલીસ ના પીઆઇ રજા પર!!

0
1441

ગત અઠવાડીએ ડીજીપી ગુજરાત ના સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળેલી બાતમી મુજબ કરજણ તાલુકા માં આવેલ ને.હા.૮ પર આવેલ હોટલ શિવકૃપા ના કમ્પાઉન્ડ માંથી રૂપિયા અઢાર લાખ સિત્તેર હજાર નો વિદેશી દારૂ પકડાયો હતો.જેની જવાબદારી વડોદરા રૂરલ એલસીબી તેમજ કરજણ સીપીઆઈ ની ઠરતા ફરજમાં બેદરકારી બદલ ગુજરાત ના ડીજીપી એ બન્નેવ પીઆઈઓ ની તાત્કાલિક અસર થી બદલી કરેલ હતી.પણ આજ રોજ દિનાક ૧૯ મી એ તપાસ કરતા માલુમ પડેલ કે આ અધિકારીઓ રજા પર છે ત્યારે પ્રશ્ન એ છે કે શુ તેઓ ને ઓર્ડર બજયા છે ? કે નહીં જો ગભીર બેદરકાર સમજી ગુજરત ના ડીજીપી એ બદલી કરી હોય તો ભલે પીઆઇ રજાપર હોય તાત્કાલિક અસર થી છુટા કરવામાં શુ તકલીફ? કે પછી કોઈ મોટા માથા ની લાગવગ લગાડી સારી જગ્યાએ ગોઠવણ થાય તે માટે ખાતાકીય રજાની રૂકાવટ ઉભી કરી સમય લેવામાં આવી રહ્યો છે તેમ પ્રજામાં ગણગણાટ છે અને સાચો પણ હોઈ શકે
કહેવાય છે કે પોલીસ વિભાગ શિસ્ત માં માંને છે તો આમ રજાપર ઉતરી જવું જેને શિસ્તભગ ન કહેવાય?
શિસ્ત તો ત્યારેજ કહેવાય કે ડીજીપી નો ઓર્ડર આવતાજ એસપી તેમને છુટા કરી દે અને તરતજ ઓર્ડર મુજબ ની જગ્યાએ હાજર થઈ બદલી ની રજા પર જવાય.કહેવાય છે કે શનિ રવિ ની રજા પતે ત્યારે ઓર્ડર બજે અને પછીજ છુટા કરે ત્યાં સુધી હાલ લીધેલી રજા અન્ય સારા શહેર માં ગોઠવણ કરી શકાય ત્યારે સોમવારે વડોદરા રૂરલ એસપી આ પીઆઈઓ ની રાહ જોશે કે
પોતાને મળેલા આદેશ અને હોદ્દા ની રૂએ તાત્કાલિક ઈમેલ કે એસએમએસ કરી છુટા કરે છે તે જોવું રહ્યું

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY