ભારતીય પોષાકમાં સજ્જ કેનેડીયન વડા પ્રધાને ગાંધીઆશ્રમની મુલાકાત લીધી

0
123

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત મુલાકાતના ભાગરૂપે સોમવારે એક દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. આજે સવારે ટ્રુડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો ભારતીય પોષાકમાં સજ્જ થઈને ગાંધીઆશ્રમની મુલાકાત લઇ ખૂબ ખુશ થયા હતા. જસ્ટિન ટ્રુડોએ બાળકો સાથે રેંટીયો કાંત્યો હતો, જ્યારે જસ્ટિને વિઝીટ બુકમાં સંદેશ લખી ખુશી વ્યક્ત કરી હતી. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ જસ્ટિન ટ્રુડો ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લેશે. જે બાદ તેઓ બપોરે સાવ બાર થી અમદાવાદની હયાત હોટેલમાં રોકાણ કરશે અને ત્યાંજ લંચ લેશે. પોણા ત્રણ કલાકે અમદાવાદ આઇઆઇએમની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ બેઠક યોજશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY