રાજકોટ ના લોકોએ મચ્છરો થી ત્રાહિમામ પોકારી મોરબી રોડ પર કર્યો ચક્કાજામ !!

0
20

રાજકોટ,તા.૨૧/૦૨/૨૦૧૮

દોઢ લાખ લોકો આ યાતના વેઠી રહ્યા છે, છતાં અધિકારીઓ નિદ્રાધીન

રાજકોટમાં મેલેરિયા ખાતા પર કરોડો રૂ.નું આંધણ થવા છતાં કામગીરીમાં ઘોર ઉદાસીનતા દાખવાઈ રહી છે ત્યારે માર્કેટયાર્ડમાં કામ કરતા આવતા-જતા હજારો લોકો બાજુમાં વહેતી નદીના બંધિયારપાણીમાં કરોડોની સંખ્યામાં પેદા થઈ યાર્ડમાં ત્રાસ વર્તાવતા મચ્છરોથી ત્રાહિમામ પોકારીને મંગળવારે મોરબી રોડ પર રોષપૂર્ણ ચક્કાજામ સર્જી દીધો હતો અને યાર્ડમાં વિજળીક હડતાળ પાડી દેવાઈ હતી. બેડી માર્કેટયાર્ડના કમિશન એજન્ટ એસોસીએશનના જણાવ્યા મૂજબ અગાઉ બે વખત ચક્કાજામની ચિમકી આપી, મ્યુનિ.કમિશનર સહિત તંત્રોને રજૂઆત કરી છતાં જાડી ચામડી ધરાવતા તંત્રે માત્ર આશ્વાસનો જ આપતા રહ્યા.

કોર્પોરેશન કહે આ અમારી હદમાં નથી.હાલ શિયાળુ પાકની આવક ચાલુ હોય ખેડૂતો, મજુરો, વેપારીઓ મોટી સંખ્યામાં આવતા જતા હોય છે. બેડી ગામના પ્રજાજનો સહિત આશરે દોઢ લાખ લોકો આ યાતના વેઠી રહ્યા છે અને અધિકારીઓ નિદ્રાધીન છે જેમને જગાડવા મોરબી રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ સમસ્યા ઉકેલવામાં સુસ્ત રહેતા યાર્ડના સત્તાધીશો યાર્ડમાં હડતાળ પડતા જાગ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા સહિતની વાતો કરી હતી. વેપારીઓએ તો આવતીકાલે યાર્ડ બંધનું એલાન આપી દીધું હતું. પણ અંતે મનપા દ્વારા વેલ કાઢવાની કામગીરી શરુ કરી દેવાતા આવતીકાલે યાર્ડ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.

યાર્ડના ચેરમેન સહિતના સત્તાધીશો હડતાળ થતી રોકવાના પ્રયાસને બદલે હડતાળનું મૂળ મચ્છરોનો ત્રાસ દૂર કરવા તંત્રને ઢંઢોળે તેવી પણ માંગ છે. ગઈકાલે આગ લાગતા ત્રણ ભેંસોના મૃત્યુની ઘટનાનું કારણ પણ સ્થાનિકોએ જણાવ્યા મૂજબ મચ્છરોના ત્રાસથી બચવા પેટાવાયેલ અગ્નિ હતો. માત્ર યાર્ડ વિસ્તારમાં નહીં, સમગ્ર શહેરમાં મચ્છરોનો ત્રાસ મનપાના આરોગ્યતંત્રની નિષ્ક્રીયતાના કારણે વધી ગયો છે. ઓફિસમાં પડયા રહેતા અફ્સરો અને નેતાઓને કદાચ તેનો અહેસાસ નથી હોતો. ફોગીંગ સહિતની કામગીરી કાગળ પર પણ હમણાં દર્શાવાતી નથી. મનપાના અમુક પ્રસિધ્ધપ્રેમી અફ્સરો અને નેતાઓ માટે જાણે કે મેરેથોન, ફ્લાવરશો જેવા કાર્યક્રમો યોજવા એ જ તેનું મુખ્ય કામ બની ગયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY