ભરૂચ જિલ્લા માં વસતા મરાઠી સમાજ દ્રારા છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૭૭ મી જન્મ જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને બાઈક રેલી કાઢવામાં આવી

0
678

આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મરાઠી સમાજ અને હિન્દૂ સમાજના લોકો દ્રારા છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૭૭ મી જન્મજ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને બાઈક રેલી કાઢવામાં આવી હતી.
આજે સવારે ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ સાંઈ મંદિર ખાતેથી મરાઠી સમાજ ના યુવાન ભાઈઓ તથા બહેનો અને બાળકોએ પોતાના સમાજના પારંપરીક વસ્ત્રો પરિધાન કરી ઢોલ નગારા અને ડી.જે ના તાલે જય શિવાજી જય મહારાષ્ટ્ર ના નારાઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી.સાંઈ મંદિર ઝાડેશ્વર થી નીકળેલ શોભાયાત્રા ભરૂચ શહેર ના વિવિધ માર્ગો પર ફરીને નંદેલાવ રોડ પર આવેલ મઢુંલી સર્કલ ના સામેના ગ્રાઉન્ડ માં સમાપન કરવામાં આવી હતી. સમાજ ના આગેવાનો દ્રારા સતત બીજા વર્ષે પણ રેલીનું સફળ આયોજન કરવાનું મુખ્ય ઉદ્દેશ ભરૂચ જિલ્લામાં વસતા સમાજ ના લોકોને સંગઠિત અને એકત્રિત કરવા માટે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મરાઠી સમાજના લોકો સહિત હિન્દૂ સમાજ ના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY