અભિનેતા એઝાઝ ખાનની ડ્રગ્સ સાથે ધરપકડ,આઠ પ્રતિબંધિત ગોળીઓ મળી

0
5

મુંબઈ,તા.૨૩
મુંબઈમાં અભિનેતા એઝાઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ડ્રગ્સના મામલામાં નવી મુબંઈ પોલીસ દ્વારા કરવામાં આવી છે. બેલાપુરથી એરેસ્ટ કરાયેલા એઝાઝ ખાન પાસેથી નશાની આઠ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. રક્તચરિત્ર અને નાયક જેવી ફિલ્મોમાં એઝાઝ ખાને કામ કર્યું છે. એઝાઝખાન હંમેશાં વિવાદોમાં રહે છે. જેને બોલિવૂડમાં વિલન તરીકે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. જેને પત્થરબાજાના સમર્થનમાં પણ એક વીડીયો જાહેર કરી વિવાદ ઉભો કર્યો હતો.
૨૦૧૬માં માડલ ઐશ્વર્યા ચૌબેની ફરિયાદના આધાર પર પોલીસે કહ્યું કે, એજાજ ખાનને તેને વાંધાજનક ફોટો મોકલ્યો હતો, જેને ત્યાર બાદ તેણે ડીલિટ કરી દીધો હતો. એટલું જ નહીં માડલે એવો પણ દાવો કર્યો કે, એજાજ ખાને તેને અશ્લીલ મેસેજ પણ મોકલ્યા છે. મહત્વનું છે કે, બિગ બોસથી ચર્ચામાં આવેલો એજાજ ખાન સાથે બિગબોસમાં કન્ટેસ્ટેન્ટ અલી સાથે મારપીટ કરવાના આરોપમાં તેને ઘરથી કાઢી મૂકાયો હતો. તે કેટલીક હિન્દી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકવ્યું છે. આમ હંમેશાં વિવાદોમાં રહેનાર એ બોલિવૂડના એક્ટરની ડ્રગ્સના મામલામાં ફરિયાદ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY