ભારતના ચૂંટણી પંચની સૂચનાઓનું જિલ્લાના પ્રેસ માલિકોએ પાલન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલની તાકીદ
ખેડા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯નું મતદાન તા.૨૩/૦૪/૨૦૧૯ તેમજ મત ગણતરી તા.૨૩/૦૫/૨૦૧૯ના રોજ યોજાનાર છે. ખેડા જિલ્લાના તમામ ખાનગી મુદ્રાલયોના માલિકો/સંચાલકોને તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓએ ચૂંટણી પંચની સૂચનાઓનું જિલ્લાના તમામ પ્રેસ માલિકોને ચૂસ્તપણે પાલન કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ સુધીર પટેલે તાકીદ કરી છે.
કોઇપણ વ્યક્તિ જેના પર મુદ્રક અને પ્રકાશનના નામ સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતચિત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં.
પ્રકાશકની ઓળખ અંગેના બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાની બે નકલ મુદ્રકને આપવાની રહેશે અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં મેળવી લેવાના રહેશે.
દરેક મુદ્રણાલય, ફોટો કોપી કરનાર કે રોનીયો કોપી કાઢનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની એક નકલ અધિકૃત રીતે તથા છાપેલ સાહિત્યની ચાર નકલો અલગ અલગ રીતે બતાવીને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને ઉદ્દેશીને કલેકટર કચેરીની એકસ્ટ્રા ચીટનીસ શાખામાં દિન-૩માં મોકલી આપવાની રહેશે.
મુદ્રકની પરિભાષા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૨૭(એ)(૩) મુજબ ગણવામાં આવશે.
પ્રેસ અને પુસ્તક રજિસ્ટ્રેશન અધિનિયમ-૧૮૬૭ અંતર્ગત જિલ્લામાં કોઇપણ પ્રિન્ટીંગ પ્રેસના માલિક અથવા મુદ્રકનું રજિસ્ટ્રેશન જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે કરાવવાનું ફરજિયાત છે. આવા રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રેસ ચાલુ કરવું એ આ અધિનિયમ હેઠળ ગુનાને પાત્ર ઠરે છે.
ઉપર્યુક્ત જોગવાઇઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ -૧૨૭(ક)ની જોગવાઇઓ તથા પ્રેસ રજિસ્ટ્રેશન એક્ટ-૧૮૬૭ હેઠળ પગલાં લેવામાં આવશે. મુદ્રણાલયનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તથા આ સૂચનાઓનો અનાદર કરનાર વ્યક્તિ સામે કાયદાકીય રીતે કાર્યવાહી થઇ શકે છે અને કાયદાઓ હેઠળ છ માસની જેલની સજા અથવા રૂા. ૨૦૦૦/- દંડની સજા અથવા બંને સજાઓ થઇ શકે તેવી જોગવાઇ છે.
આવા લખાણોમાં ધર્મ, જાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્રય ખંડન જેવી કોઇ ગેરકાનુની બાબતોનો સમાવેશ કરી શકાશે નહીં.
મતદારોના માર્ગદર્શન માટે છપાવવામાં આવતી ઓળખ કાપલીમાં કોઇ ચોક્કસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેવી કોઇ વિગત છપાવી શકાશે નહીં, એટલે કે, ઓળખ કાપલીમાં પ્રકાશક, ઉમેદવાર કે પક્ષના નામ છપાવવાના રહેશે નહીં.
જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ, ફોટોકોપી કે લેજર, રોનીયો, કોમ્પ્યુટર પ્રિન્ટીંગ કરનાર સંચાલકોએ પોતાના નામ સરનામા અંગેની માહિતી સબંધીત મામલતદાર કચેરીમાં દિન-૨માં મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


