હાર્દિક પટેલ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નહીં લડી શકે : સિનિયર એડવોકેટ

0
34

ગાંધીનગર,તા.૨૫
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ ત્રણેય દોષિતોને જામીન મળી ગયા છે. આ કેસમાં કોર્ટે ૧૪ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
હાર્દિક પટેલને લઈને સિનિયર એડવોકેટ રાજેન્દ્ર શુક્લાએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રાજેન્દ્ર શુક્લાએ પોતાના અભિપ્રાયમાં સૌથી મહત્વપૂર્ણ બાબત કહી હતી. તેમણે કહ્યુ હતું કે, હાર્દિક પટેલ હવે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જન પ્રતિનિધિત્વના કાયદા અનુંસાર કોઈ ગુનેગાર ચૂંટણી લડી શકતો નથી. ટ્રાયલ ચાલી ગયા બાદ ગુનેગાર ચૂંટણી લડવા અસમર્થ સાબિત થાય છે.
રાજેન્દ્ર શુક્લાએ Âસ્થતિ સ્પષ્ટ કરતા કહ્યુ હતું કે, નીચલી કોર્ટમાંથી જામીન મળે તો પણ ઉમેદવાર લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ન ભરી શકે. માટે પાટીદાર નેતા હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર અસમર્થતા ઉભી થઈ છે.
જાકે આ મામલે એક વિકલ્પ પર વિષે જણાવતા તેમણે કહ્યુ હતું કે, એક જ પરિસ્થિતિમાં હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે. જા હાઈકોર્ટ ચૂકાદા પર સ્ટે આપે તો જ ચૂંટણી લડી શકે હાર્દિક. શુક્લાનું કહેવું છે કે, હાઈકોર્ટ આ આખા ચુકાદા પર જા સ્ટેજ આપે તો જ તે લોકસભાની ચૂંટણી લડી શકે. આખા ચુકાદા પર જ નહીં પણ આખા ઓર્ડર પર કાયમી સ્ટે આપે તો આમ થવું શક્ય્ છે. પરંતુ આવી શકયતા ખુબ જ ઓછી હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ જા હાઈકોર્ટ સ્ટે ન આપે તો હાર્દિક પટેલ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નહીં લડી શકે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY