જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષકોએ યોજી બેઠક
ભારતના ચૂંટણી પંચ દ્ધારા ૧૭-ખેડા સંસદીય મતવિભાગ માટે બે ખર્ચ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા દિનેશ સિંઘ દેવલ અને માર્કેન્ડેય મિશ્રાએ નડિયાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલ ટીમો સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે જણાવ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અસરકારક અમલ કરવામાં આવી રહયો છે.
ખેડા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ દસક્રોઇ વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષણ માટે નવ, ધોળકામાં ૧૦, માતરમાં ૧૨, નડિયાદમાં ૧૧, મહેમદાવાદમાં ૧૨, મહુધામાં ૧૨, કપડવંજ વિધાનસભા મતવિભાગમાં ૧૨ સહિત કુલ ૭૮ જેટલી ટીમો ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા કાર્યરત કરવામાં આવી છે. જેમાં એસ.એસ.ટી., વી.એસ.ટી., વી.વી.ટી., એફ.એસ.ટી. અને એકાઉટીંગ ટીમનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે ૩૩૫ જેટલા કર્મીઓની નિમણૂંક કરવામાં આવી છે. પટેલે ઉમેર્યું કે, ૧૭-ખેડા સંસદીય મતવિભાગનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાં સ્ટેસ્ટીક સર્વેલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ખર્ચ નિરીક્ષકો સર્વે દિનેશ સિંઘ અને માર્કેન્ડેય મિશ્રાએ ખેડા લોકસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શીકા મુજબ ઉમેદવારોના ખર્ચ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
સુધીર પટેલે પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મીડિયામાં આવતા ઉમેદવારોની ચૂંટણીલક્ષી જાહેરાતો/પેઇડન્યુઝ માટે જિલ્લા કક્ષાએ એમ.સી.એસ.સી. તેમજ ઇ.એમ.એમ.સી. સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. તેની જાણકારી પણ ખર્ચ નિરીક્ષકોને આપી હતી.
ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદીએ વિવિધ ટીમો દ્ધારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એમ.રાજપૂત સહિત વિવિધ ટીમોના કર્મીઓ હાજર રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




