પંથકમાં લાખો રૂપિયાના ખર્ચે દવાખાના બનાવવામાં આવ્યાં છે ત્યારે સ્ટાફ વગર દવાખાનું જ બિમાર છે જેમાં સરકારે યોગ્ય પગલાં લઈને ગામડાઓમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વહેલી તકે ચાલુ કરવાની લોકમાંગ ઉઠી છે.
હળવદ તાલુકાના વિવિધ ગામડાઓમાં પીએચસી સેન્ટર ખોલવામાં આવ્યાં છે જેમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરી દવાખાના તો ઉભાં કરી દેવામાં આવ્યાં છે પરંતુ ‘શોભાના ગાઢીયા સમાન’આ દવાખાનામાં ક્યારેય પણ સારવાર મળતી જ નથી.પંથકના વિવિધ ગામોમાં વેગડવાવ, જુના ઈશનપુર, જોગડ,કિડી,સહિતના ગામોમાં દવાખાના બનાવ્યા છે ‘ખાટલે મોટી ખોટી ખોટ’ તો એ છે કે કર્મચારીઓ વગર દવાખાના શુ કરવાનાં ?. ગામડાઓમાં બિમારી સમયે કે પ્રસુતિ સમયે ડોક્ટર ન મળવાથી લોકો પરેશાન થઈ રહ્યાં છે સાથે ખેડુતોને જંગલી પશુ કરડવાની કે સર્પ દંશની સારવાર મળે તેવી પણ કોઈ જાતની સુવિધા નથી.
હળવદ તાલુકાના વિવિધ ગામોમાં ત્રણ વર્ષ પહેલાં જ દવાખાના બનાવવામાં આવ્યા છે જેમાં સારવાર માટે કર્મચારીઓ ફાળવવામાં નહીં આવતા દવાખાનાઓ ધુળ ખાઈ રહ્યાં છે ત્યારે વહેલી તકે ગામડાઓમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સ્ટાફ ફાળવણી કરવા લોકમાંગ ઉઠી છે.
મયુર રાવલ,હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





