દેરોલના સમાન્ય પરિવારના દીકરાએ (સીએ) ની પરીક્ષા પાસ કરીને ગામનું નામ રોશન કર્યું.

0
44

રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી અને એકદમ નિમ્ન પરિણામ આપતી સી.એ.ની ફાઇનલ પરીક્ષા યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના દેરોલ ગામના વતની અને વ્હોરા પટેલ સમાજના છાત્ર આકીબ ઉસમાનગની પટેલે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમાજ તેમજ દેરોલ ગામ સહિત સમસ્ત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતુ.

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય એ ઉક્તિને દેરોલ ગામના આકીબે સાર્થક કરી બતાવી છે. તદ્દન સામાન્ય પરિવારમાંથી આવતો હોવા છતાં કંઈક કરવાની ખેવનાએ આકીબને તેની મંજિલ સુધી પહોંચાડી દીધો હતો. હોંશલો બુલંદ રાખી પોતાના અભ્યાસને વળગી રહી આકીબે કામયાબીના શિખર સર કરી લીધા હતા.ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ પરીક્ષામાં ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીએ મેદાન મારતા જિલ્લામાં ખુશહાલીની લહેર પ્રસરી જવા પામી હતી. દયાદરા હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર આકીબ પટેલની સફળતાને દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ દેરોલના ગ્રામજનોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.દેરોલ ગામના એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા અને પહલેથી જ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા આકીબ ના ઘરની આર્થીક પરિસ્થિતિ ઉપરાંત પિતાને લકવા થવા છતાંયે હિમ્મત હાર્યા વિના કારકિર્દી બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.

ધોરણ-૧૦ માં સારા માર્ક્સ મેળવ્યા બાદ આકીબે કોમર્સ લાઈન ઉપર પસંદગી કરી હતી. એકાઉન્ટિંગ,સ્ટેટિસ્ટિક જેવા વિષયમાં ઘણી રુચિ ધરાવતા આકીબે ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાનું વાતાવરણ તથા શિક્ષકોનો સહયોગ આકીબ ને સાંપડયો હતો.ધો.૧૨ ના પરિણામ બાદ આકીબે સીએ એન્ટ્રેન્સ માટે પ્રોગ્રેસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટમાં પરીક્ષા આપી અને તેમાં ૧૦૦ પરિક્ષાર્થીઓ માંથી ટોપ ૭ માં પસંદગી પામવા સાથે જ પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની સફર શરૂ થઈ હતી. બસ અહિયા થી જ મારો સીએ બનવાનો પ્રવાસ શરૂ થયો હતો. વધુમાં આકીબ પટેલે કહ્યુ હતું કે સુરતમાં પ્રોગ્રાસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ આવેલુ છે.જે સીએના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ઉપરાંત ખાવા પીવાની વ્યવસ્થા સાથે હોસ્ટેલમાં રહેવાની સગવડ પુરી પાડે છે .ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી હોવા છતાં મેં પ્રથમ પ્રયત્ને સીએ એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી અને બાદમાં સી.એ આઈ.પી.સી.સી ના છેલ્લા વર્ષમાં હું ૧૦ થી ૧૨ કલાકનુ રોજ સતત સખત વાંચન કરતો હતો.ગ્રૂપના સારા મિત્રો દયાદરા હાઈસ્કૂલના ભૂતપૂર્વ છાત્ર અને હાલના વરિષ્ઠ સીએ સેહજાદ ડાય.સિનિયર વિદ્યાર્થિઓ સતત મને પ્રેરણા આપતા રહેતા હતા.મારા જુનિયર વિધાર્થીઓને તેમજ સમાજના કંઈક કરવા માંગતા વિદ્યાર્થીઓને કેહવા માંગુ છું કે હીરાની જેમ ચમકવા માટે પત્થરની જેમ ઘસાવવુ પડે.સફળતાનો શ્રેય માતા પિતા ,પોતાના ભાઈ તેમજ દયાદરા હાઇસ્કુલ તથા પ્રોગ્રાસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટને અર્પણ કરુ છું. તેમ આકીબ પટેલે જણાવ્યુ હતું.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY