રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિનો કટાક્ષ : ‘અમેઠી માટે નવી સવાર’

0
7

અમેઠી,તા.૨૪
લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા જે બેઠકની થઈ એ છે યુપીની અમેઠી. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉમેદવાર છે અને બીજેપીથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના રૂઝાનમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે સંજય ગાંધી બાદ રાહુલ ગાંધી એવા ‘ગાંધી’ બન્યા છે જેમને અમેઠીની જનતાએ નકાર્યા છે. બીજી તરફ રાહુલની હારથી સ્મૃતિ ઈરાની ઘણી ખુશ છે અને પોતાની જીત પર તેમને એક ટ્‌વીટ કરી કહ્યું કે અમેઠીના લોકો માટે એક નવી સવાર છે.
જીત બાદ સ્મૃતિ ઈરાનીએ તેમના ટ્‌વીટર એકાઉન્ટ પર ટ્‌વીટ કર્યું કે,‘એક નવી સવાર અમેઠી માટે, એક નવો સંકલ્પ. ધન્યવાદ અમેઠી શત-શત નમન. તમે વિકાસ પર વિશ્વાસ દાખવ્યો, કમળનું ફૂલ ખીલાવ્યું. અમેઠીનો આભાર.’ જ્યારે આ પહેલા સ્મૃતિએ એક વધુ ટ્‌વીટ કર્યું, જેમાં લખ્યું હતું કે,‘કૌન કહેતા હૈ કે આસમાં મેં સુરાખ નહીં હો સકતાપ’ આ સાથે સ્મૃતિ ઈરાનીએ તેમની જીતનો શ્રેય પાર્ટી, તેમના કામ અને કાર્યકર્તાઓને આપ્યો હતો. ઉપરાંત સ્મૃતિએ કહ્યું કે,‘હું મારી જીત કેરળ અને બંગાળમાં માર્યા ગયા બીજેપી કાર્યકર્તાઓના પરિવારને સમર્પિત કરું છું.’
મીડિયા રિપોર્ટ મુજબ અમેઠી લોકસભા બેઠક પર ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ૫૫,૧૨૦ વોટોથી હરાવ્યા છે. સ્મૃતિને અહીં કુળ ૪,૬૭,૫૯૮ વોટ જ્યારે રાહુલ ગાંધીને ૪,૧૩,૩૯૪ વોટ મળ્યા. ઉલ્લેખનીય છે કે અમેઠીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગાંધી પરિવારથી રાહુલ ગાંધી આ બેઠક પરથી ૨૦૦૪થી સતત જીત પ્રાપ્ત કરી રહ્યા હતા. જ્યારે ગત વર્ષે પણ રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીને હરાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY