આ ખેલાડીએ યુવરાજને આપી હતી ‘ગળું કાપવા’ની ધમકી, ફટકાર્યા છ છગ્ગા

0
4

મુંબઇ,તા.૧૦
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. યુવરાજસિંહની ગણતરી ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓમાં થાય છે. જ્યારે જ્યારે ટીમ ઇન્ડિયાએ મોટી મેચ જીતી છે, ત્યારે તેમાં યુવરાજની મહત્વની ભૂમિકા રહી છે. નેટવેસ્ટ ટ્રોફીની ફાઇલન હોય, ૨૦૦૭નો ટી-૨૦ વર્લ્ડ કપ હોય કે પછી ૨૦૧૧નો વન ડે વર્લ્ડ કપ હોય, યુવરાજની તેમાં ભાગીદારી રહી છે.
૨૦૦૭માં ટી-૨૦ને વધારે લોકપ્રિય બનાવવા માટે દક્ષિણ આફ્રિકામાં ૧૧થી ૨૪મી સપ્ટેમ્બર દરમિયાન ટી-૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું હતું. આ વર્લ્ડ કપમાં યુવરાજસિંહે એવું પરાક્રમ કરીને બતાવ્યું હતું જે વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. ટીમ ઇન્ડિયાના ધુરંધર બેટ્‌સમેન કે જે છગ્ગા સાથે મેચ પૂરી કરતો નજરે પડે છે તે મહેન્દ્રસિંહ ધોની તે વખતે સામા છેડે ઉભો રહીને યુવરાજને ઇતિહાસ રચતો જઈ રહ્યો હતો.
…અને યુવરાજે રચ્યો ઇતિહાસ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપની એ મેચ ૧૯મી સપ્ટેમ્બરના રોજ ડરબનમાં રમાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ ગુમાવીને ૨૧૮ રનનો સ્કોર બનાવી દીધો હતો. પરંતુ મેચનું સૌથી રસપ્રદ પાસું ૧૯મી ઓવરમાં જાવા મળ્યું હતું. એ વખતે ઇંગ્લેન્ડનો બોલર સ્ટુઅર્ટ બ્રોડ યુવરાજ સામે હતો.
૧. બ્રોડે પ્રથમ બોલ ઓવરપિચ ફેકિયો, જેના પર યુવરાજેસિંહે લોંગ ઓન ઉપર મોટો છગ્ગો ફટકાર્યો હતો.
૨. બ્રોડે બીજા બોલ મિડલ અને લેગ સ્ટમ્પ પર ફેંકિયો હતો. યુવરાજે આ બોલને બેકવર્ડ સ્કાયર લેગના વિસ્તારમાં છ રન માટે મોકલી દીધો.
૩. બ્રોડનો ત્રીજા બોલ ઓવરપિચ હતો, જેના પર યુવરાજે પાછળનો પગ થોડો પાછળ કરીને એકસ્ટ્રા કવર ઉપર સિક્સ ફટકારી હતી.
૪. આ બોલ પર છગ્ગો ફટકારવા માટે યુવરાજે વધારે કંઈ કરવું પડ્યું ન હતું. બ્રોડે ફૂલટોસ બોલ ફેંક્્યો હતો, જેના પર યુવરાજે પોઈન્ટ ક્ષેત્રમાં છગ્ગો ફટકાર્યો હતો.
૫. બ્રોડે આ બોલ પણ બેટથી નીચે ફેંકિયો હતો, આ બોલ પર યુવરાજે ઘૂંટણીએ થઈને મિડવિકેટ ઉપર છ રન ફટકાર્યા હતા.
૬. બ્રોડના આ બોલ પર યુવરાજે મિડઓન ઉપર છગ્ગો લગાવ્યો હતો. આ બાદમાં ભારતના તમામ પ્રશંસકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
આ માટે યુવરાજના બેટમાંથી નીકળી ‘આગ’
હકીકતમાં મેચમાં યુવરાજના રૌદ્ર રૂપ પાછળ એક બનાવ હતો જે મેચ દરમિયાન બન્યો હતો. યુવરાજસિંહે એક ઇન્ટરવ્યૂમાં આનો ખુલાસો કર્યો હતો. યુવરાજે જણાવ્યું, ‘મેં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડીજગ કિલન્ટોફના બોલ પર બે બાઉન્ડ્રી ફટકારી હતી. ફિલન્ટોફે મને જણાવ્યું કે મારા શોટ બેકાર હતા. મેં તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. પછી તેણે મને કહ્યુ કે તે મારું ગળું કાપી નાખશે. મેં તેને જવાબ આપ્યો કે તું મારા હાથમાં આ બેટને જા.”
બ્રોડ પર નીકળ્યો ફિલન્ટોફનો ગુસ્સો
મેચ દરમિયાન યુવરાજસિંહ અને ફિલન્ટોફ વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી. યુવરાજ આ ઘટના બાદ ખૂબ જ ગુસ્સામાં હતો. તેનો ગુસ્સો પછી આગળની ઓવર ફેંકવા આવેલા બ્રોડ પર નીકળ્યો હતો. તેના પછી જે થયું તે ઇતિહાસ બની ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY