ભાવનગરમાં છેલ્લા ૯ મહિનામાં કોંગો ફિવરથી આ પાંચમું મોત
ભાવનગર,તા.૫
ભાવનગર જિલ્લામાં કોંગો ફિવરે ફરી માથું ઉંચક્યું છે. સોનગઢ ગામે રહેતા અને પશુપાલન કરતા ૫૩ વર્ષીય આધેડનું કોંગો ફિવરને કારણે મોત નીપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ૯ મહિનામાં આ કોંગો ફિવરથી પાંચમું મોત છે.
ભાવનગરના સોનગઢ ગામે રહેતા અને પશુપાલન સાથે જોડાયેલા ૫૩ વર્ષીય આધેડ દર્દીને ડેન્ગ્યુની અસર થતા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને કોંગો ફીવરની અસરો પણ જણાતા તેઓની કોંગો ફીવરની સારવાર પણ શરૂ કરાઇ હતી અને તેના સેમ્પલો લઇ પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવતા તેનો ગઇકાલે જ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આજે તેમનું મોત નીપજ્યું હતું. દરમિયાન આજે આધેડનું કોંગો ફીવર થી મોત નીપજ્યું હતું તેમના મૃતદેહને સરકારી ગાઇડ લાઇન મુજબ પેક કરીને અંતિમવિધિ માટે તેમના પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


