વડોદરા,તા.૫
વડતાલધામમાં ૬થી ૧૨ નવેમ્બર દરમિયાન શ્રીવચનામૃત દ્વિશતાબ્દી મહોત્વની ઉજવણી થવા જઈ રહી છે. જેના ભાગરૂપે આજે બપોરે ૩ઃ૩૦ કલાકે જોળ ગામેથી આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં શોભાયાત્રા અને પોથીયાત્રાનો પ્રારંભ થયો. જેમાં સંપ્રદાયના વડીલ સંતો-મહંતો, યજમાન પરિવાર તેમજ ભક્તો જોડાશે. ઉલ્લેખનીય છે કે, ૩૦૦ વિઘા જમીનમાં આ મહોત્સવની ઉજવણી થશે, જેમાં ૨૫ લાખ દર્શનાર્થીઓ પધારશે. જેમાંથી ૭ હજાર ભક્તો એનઆરઆઈ હશે. મહોત્સવમાં સામેલ થનારા ૧૫ હજાર મહેમાનો માટે ૧૫ ગામોમાં ઉતારાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે ૨૦૦થી વધુ ખેડૂતોએ પોતાની જમીન મહોત્સવના ઉપયોગ માટે વાપરવા આપી છે.
ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૭૬થી ૧૮૮૬ના ૧૦ વર્ષના સમયગાળામાં મુમુક્ષોના પ્રશ્નોના ઉત્તર વાળ્યા હતા. જેમાંથી ૨૬૨ વચનામૃત ચાર સંપાદન નંદ સંતોએ સંકલિત કર્યાં હતાં. જેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહોત્સવમાં ૧૫ લાખ હરિભક્તો રોજ પ્રસાદ લેશે. જે ૫૦૦ થી વધુ રસોઇયા તૈયાર કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



