મટકાકિંગના પુત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનારા ત્રણ શખ્સો વડાલીમાંથી ઝડપાયા

0
306

હિંમતનગર,તા.૨૭
હિંમતનગર શહેરમાં ૧૦ દિવસ અગાઉ ટાવર નજીક ક્રિશ્ના શૂઝ નામની દુકાનના કાઉન્ટર પર બેઠેલા મટકા કિંગના પુત્ર પર સમી સાંજે ફાયરિંગની ઘટનામાં ૩ આરોપીઓમુખ્ય સૂત્રધારના મૂળ વતન વડાલીમાંથી જ પિસ્ટલ સાથે મળી આવ્યા હતા. ફરિયાદના બીજા એક આક્ષેપિતની ભૂમિકા તપાસાઇ રહી હોવાનુ પોલીસ દ્વારા જણાવાઇ રહ્યુ છે.
ગત તા.૧૭-૧૨-૧૯ ના રોજ સમી સાંજે સાડા સાતેક વાગ્યે ટાવર નજીક ક્રિશ્ના શૂઝ નામની દુકાનમાં બેઠેલા મહેન્દ્રભાઇ મૂળજીભાઇ કલાક ઉપર ૩ રાઉન્ડ ફાયર કરીને પલ્સર બાઇક પર આવેલ બે શખસો ફરાર થઇ ગયા હતા. બનાવટને પગલે મૂળજીભાઇ કલાકે ઝહીરાબાદ પાણપુર પાટિયે રહેતા નવાઝશરીફ આલમખાન પઠાણ અને મોહંમદ નવાઝ આલમખાન પઠાણ સામે ૨૫ લાખની ખંડણી માગી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાનમાં પોલીસને મોહંમદ નવાઝ આલમખાન પઠાણ વડાલીમાં ધરોઇ ડેમ પર અમનસેવા ટ્રસ્ટ ખાતે અન્ય વ્યક્તિઓસાથે હોવાની બાતમી મળતા એલસીબી પીઆઇ વીઆર ચાવડાએ પહોંચી જઇ મોહમદ નવાઝને પિસ્ટલ સાથે ઝડપી પાડયો હતો અને તેની સાથે ઇકબાલ ઉર્ફે રાજા મજીદખાન પઠાણ (રહે. ઇમદાદનગર સૈયદવાડી વટવા અમદાવાદ) અને શાહજેબખાન શાહનવાજખાન પઠાણ (રહે. નોગાવા મસ્જિદ તા-આર્નોદ જી.પ્રતાપગઢ રાજસ્થાન) કે જેમણે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો તેમની પણ અટકાયત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY