ભાગળ ખાઉધરા ગલીમાં બંધ પડેલી ૨૩ લારીઓનું દબાણ હટાવી દેવાયું

0
3

ઉધના દરવાજા ભંડારીવાડમાંથી પણ ૨૪ લારીઓ જપ્ત કરાઈ
સુરત
સેન્ટ્લ ઝોનમાં ઝોનલ ચીફ/ ડે. કમિશનરશ્રી તથા કાર્યપાલક ઇજનેરશ્રીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં હાલનાં સમયગાળા દરમ્યાન વિવિધ વિસ્તારોમાં વર્ષો જુના દબાણ હટાવવાની ઝુંબેશો ઘનિષ્ઠ રીતે ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં વસ્તીની ગીચતા તેમજ સાંકડા રસ્તાઓ ઉપર વર્ષોથી ફેરીયાઓ/વેપારીઅો દ્વારા વિવિધ પ્રકારના દબાણો કરવામાં આવતાં રહે છે. જેને કારણે અત્રેથી સતત આ પ્રકારનાં દબાણો હટાવવામાં પણ આવે છે. આ દબાણોને કારણે રાહદારીઓ તથા આસપાસ વસવાટ કર્તાઓને ઘણી અગવડતા પડે છે. ગત રોજ આવાજ પ્રકારના દબાણ હટાવવાની ઘનિષ્ઠ ઝુંબેશ ભાગળથી ગલેમંડી રોડ ખાઉધરા ગલીમાંથી બંધ લારી નંગ-૨૩ તથા ઉધના દરવાજા જંકશન ભંડારી વાડ પાસેના રોડ પરથી બંધ લારી-૨૦, ખુલ્લી લારી-૪, અન્ય પરચૂરણ સામગ્રી-૩૪, ઉપર ઘનિષ્ઠ ઝુંબેશ આદરી તમામ દબાણો દુર કરી રસ્તો રાહદારીઓ માટે ખુલ્લો કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY