ફેડરેશન ઓફ સીનિયર સીટીઝન્સ ગ્રુપ સુરતે શ્રીલંકાની સફર માણી

0
314

વ્યસક નાગરિકોએ અશોક વાટિકાના પણ દર્શન કર્યા
સુરત
ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન્સ ગ્રુપ, સુરતના પ્રમુખïશ્રી અરવિંદભાઈ વકીલ અને મંત્રીશ્રી સુર્યકાન્ત શાહના શુભેચ્છા સાથે સહમંત્રી શ્રી અરૂણકુમાર જગતાપના નેજા હેઠળ સ્કાયલાઇન હોલીડેઇઝ ના શ્રી હિરેન પારેશ આયોજિત ૩૪ જેટલા સિનિયર સિટીઝન્સો સૈકાઓ પહેલાની રાવણની લંકા શ્રી લંકાના પ્રવાસમાં જાડાયા . શ્રીલંકાના વિવિધ સ્થળોએ ફરતા હિલ સ્ટેશન કેન્ડીનું વાતાવરણ જાતા સિનિયર સીટીઝન્સ એટલો આનંદ અનુભવી રહ્ના હતા કે તેઓને એમ લાગતુ હતુ કે આપણે અહિ જ રહી જવું જાઇએ. તેવુ વાતાવરણ જાતા એવુ લાગતુ હતુ કે અહીંના રહીશો કદીબિમાર જ પડતા નહિ હોય તપાસ કરતા જાણવા મળ્યું કે આવુ વાતાવરણ બારે માસ હોય છે. નુવારા ઇલિયા જતા રસ્તામાં જ્યાં સીતાજીને રાવણ ઉપાડી ગયો હતો અને જે અશોક વાટિકામાં રાખેલ તે જગ્યાએ હનુમાનજીના પગલા હજુ પણ દેખાય છે. દુનિયામાં જાણીતા સાત દરિયા કિનારામાં જેની ગણતરી થાય છે ત્યાં મઝા માણી. શ્રીલંકાનુ પાટનગર કોલંબોમાં પાર્લમેન્ટ હાઉસ, ઇન્ડીપેન્ડસ મેમોરીયલ હોલ વગેરે સ્થળો, બોટાનિકલ ગાર્ડનમાંથઈ પસાર થતી નદીમાં બોટીંગ કરી. મરી મસાલા, તજ લવિંગ તેમજ સુકી ચા કઇ રીતે પ્રોસેસ થાય છે તે પણ જાવા મળ્યુ . સમગ્ર શ્રીલંકાના નવ દિવસના પ્રવાસમાં સિનિયર સીટીઝન્સે આનંદ માણતા ખુશ ખુશાલ દેખાયા . સમગ્ર પ્રવાસ મેનેજર શઅરી પ્રશાંત ત્રિવેદીએ શ્રલંકાના ગાઇડ જે અંગ્રેજી બોલતો હતો તે ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાવતા હતા. તેથી તમામ પ્રવાસીઓને રસ પડતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY