સચીનની અપહૃત સગીર છોકરીને રૂ.૭૦ હજારમાં અમદાવાદમાં વેચી દેવાઈ હતી

0
6

કલોલની મહિલા પાસેથી છોકરી ખરીદનાર અમદાવાદના હરીશ સોલંકીની ધરપકડ : છ મહિનામાં ત્રણ-ચાર વખત દુષ્કૃત્ય આચરાયું
સુરત

સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી છે. અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના પહેલા કિશોરીને ખરીદી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સુરત પોલીસે હરીશના ઘરે જઇ કિશોરીને છોડાવી હતી અને હરીશને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. માનવ તસ્કરીની શક્યતાના પગલેકિશોરીનું અપહરણ કરી વેચનાર મહિલા અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની વિગત એવી છે કે, સચિન વિસ્તારમાં આવેલાજલારામનગરમાંથી ૧૫ વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કિશોરી અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા કિશોરી ત્યાંથી મળી આવી હતી.
પોલીસે આરોપી હરીશ સોલંકીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે ૬ મહિના પહેલા ૭૦ હજારમાં કલોલની એકમહિલા પાસેથી કિશોરીને ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી હરીશની ધરપકડ કરી સુરત લાવી હતી અને મોડી રાત્રે સિવિલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
આરોપીની મેડિકલ તપાસ કરનાર ડો. ગિયાએ જણાવ્યું હતું કે, મેડિકલ તપાસ દરમિયાન આરોપી હરીશે કિશોરીને કલોલથી ૭૦ હજારમાં ખરીદી અમદાવાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ તેના લોહી અને અન્ય નમૂનાએ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લવાયેલી પીડિત કિશોરીએ મેડિકલ ઓફિસર ડો. હેતલ પટેલને જણાવ્યું હતું કે, ૬ મહિના પહેલા સચિનમાં તે ડ્રેસ સિવડાવવામાં ગઈ હતી. જ્યાં એક મહિલા તેના સંપર્કમાં આવી હતી. મારી સાથે ચાલ હું તને દીકરીની જેમ રાખીશ એમ કહીં કંઈક સુધાડી દેતા તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદમાં મહિલાના ઘરે ભાનમાં આવી હતી. જ્યાં ૫ દિવસ એ મહિલાએ રાખી હતી. ત્યારબાદ એ મહિલાએ ૭૦ હજાર લઈ મને હરીશ સાથે મોકલી આપી હતી. જ્યાં ૬ મહિના હરીશના ઘરે રહી હતી. હરીશે ૬ મહિનામાં ૩-૪વાર મારી મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY