કતારગામમાં રાત્રિ સમયે બે દુકાનોના શટરો તોડીને ચોરી

0
45

સીસીટીવી કેમેરામાં બે ચોર દેખાયા
સુરત
કતારગામ ખાતે આવેલી બે દુકાનોમાં તસ્કરો ત્રાટકીને રોકડા રૂ.૫૮૦ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકમાં નોધાતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં કતારગામ ગાયત્રીનગર સોસાયટી ખાતે અશોકકુમાર પુરોહિતે કતારગામ પોલીસ મથકમાં નોધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રિના સુમારે ખેતેશ્વર ટોયઝ એન્ડ પરફ્યુમ તેમજ આત્મીય હોઝીયરીની દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી કુલ રોકડા ૫૮ હજારની ચોરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોધી સીસીટીવી કેમેરાના ફુટેજ કબજે લેતા તેમાં અજાણ્યા બે ઈસમો સીસીટીવી ફુટેજ જોવા મળી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY