આતંકી મસૂદને લઇ ચીનનો મત બદલાયો, હવે પાક.ને સાથ નહીં આપે

0
250

બેઇજીંગ,તા.૧૯
પુલવામા હુમલા બાદ જે પ્રકારે આખું વિશ્વ આતંકવાદ વિરૂદ્ધ ભારતની સાથે ઉભું રહ્યુ તે જોતા લાગી રહ્યુ હતું કે, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદને લઇને ચીનનો મત હવે બદલાશે. યુનાઇટેડ નેશન્સ સિકિયોરિટી કાઉન્સિલમાં તેઓ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનું સમર્થન કરશે. જેથી મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદી શકાય. પરંતુ છેલ્લી ત્રણ વખતની જેમ ચોથીવાર પણ ચીન તરફથી ભારતને દગો જ મળ્યો.
હવે એવું લાગી રહ્યુ છે કે, મસૂદ અઝહરને લઇને ચીનનો મત અચાનક બદલાઇ જશે. હવે ચીન મસૂદ અઝહરને નહીં બચાવી શકે. હવે તેણે યુએનમાં મસૂદનો મુદ્દો ઝડપથી ઉકેલ લાવશે તેવા સંકેત આપશે. ચીને અચાનક આ વાત કહીને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી દીધી છે. મસૂદ અઝહરને લઇને ભારતની ચિંતા સમજે છે અને મસૂદનો મુદ્દો હજુ સુધી ખતમ નથી થયો. ભારતમાં ચીનના એમ્બેસેડર લુઓ ઝાહુઇએ ભરોસો અપાવ્યો છે કે, યુએનમાં મસૂદ અઝહરના મામલાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. તેઓએ કહ્યુ કે, મસૂદનો મુદ્દો હાલ ટેકિનકલ હોલ્ડ પર રાખ્યો છે.
આ એ જ ચીન છે જે અત્યાર સુધી ચાર વખત યુએનની સિકિયોરિટી કાઉન્સિલમાં વીટોનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાથી અટકાવ્યો હતો. પરંતુ હવે ચારેતરફથી દબાણ બાદ પહેલીવાર ચીને મસૂદ અંગે આ પ્રકારની વાતો કહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY