મુંબઈ,તા.૧૬
સોનમ કપૂરે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, *મને લંડનની ઉબર કેબમાં સૌથી ખરાબ અનુભવ થયો છે. તમે પણ સચેત રહો. મહેરબાની કરીને સૌથી સુરક્ષિત અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. હું આખી હચમચી ગઈ છું.* સોનમના આ ટ્વિટ બાદ તમામ લોકોએ એ જાણવાની ઈચ્છા દર્શાવી કે તેની સાથે ખરેખર શું થયું હતું? સોનમે બીજી એક પોસ્ટમાં જણાવ્યું કે તેની સાથે ખરેખર શું થયું હતું.
સોનમ કપૂરને એક મહિલાએ કૉમેન્ટ બોક્સમાં પૂછયું કે આખરે શું થયું હતું, તે લંડનમાં જ રહેતી હોવાથી આ વિશે જાણવા માંગે છે. કારણે તેણીને મદદ પણ મળી શકે છે. આ વાંચીને સોનમે તરત જ જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે, *કેબનો ડ્રાઇવર સ્થિર ન હતો અને મારા પર જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો. હું ખૂબ ડરી ગઈ છું.*
હવે એ જોવાનું રહ્યું કે, આ મામલે કેબ સર્વિસ તરફથી કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં. આ પહેલા સોનમ બ્રિટિશ એરવેઝમાં પણ ખરાબ અનુભવ થયો હતો. સોનમ કપૂરે આ અંગે પણ ટ્વટિ કર્યું હતું. એરવેઝની ખરાબ સેવા અંગે સોનમ કપૂરે ટ્વિર પર લખ્યું હતું. સાથે જ સોનમે ફરીથી આ એરવેઝમાં મુસાફરી ન કરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં એરવેઝ કંપની તરફથી માફી માંગવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



