મુંબઈ,તા.૧૬
સારા અલી ખાન અને કાર્તિક આર્યનની આવનારી ફિલ્મ ‘લવ આજકલ’ના સેટ પર પ્રેમમાં પડયા હતા. અને આ ફિલ્મની રીલિઝ પહેલા જ તેમનું બ્રેકઅપ થઇ ગયું. સારા અને કાર્તિકના ફેન્સે તો આ માટે તેમને સારતિક એટલે કે સારા-કાર્તિક તેવું નામ પણ આપી દીધું છે. ત્યારે દર્શકો તેમની આ પહેલી ફિલ્મની એક ઝલક દેખવા માટે પણ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હાલમાં જ આ ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું છે. જેમાં સારા અલી ખાન અને કાર્તિકની જોરદાર કેમેસ્ટ્રી દેખતા જ બને છે.
સારા અલી ખાને આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેયર કર્યું છે. અને લખ્યું છે કે મળો વીર અને જો થી…ઈંલવઆજકલ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર પણ શુક્રવારે રીલિઝ થવાનું છે. આ સાથે જ પહેલા પોસ્ટર સાથે ફિલ્મની રીલિઝ ડેટ પર સામે આવી છે. નિર્દેશક ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ ૧૪ ફ્રેબુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે જ રીલિઝ થઇ રહી છે.
અને આ પહેલા દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન નજરે પડયા હતા. ત્યાં જ તેના સીક્વેલમાં સૈફની પુત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યન નજરે પડશે. આ સીક્વેલની શૂટિંગ હિમાચલ પ્રદેશ, મુંબઇ અને રાજસ્થાનમાં થઇ છે.ત્યારે સારા અને કાર્તિકના ફેન્સ આ ફિલ્મને જોવા ઉત્સુક છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


