દરેકને ઉપવાસ પર ઉતરવાનો અધિકાર નથી, પપ્પાનો કાયદો ન ચાલેઃ હાર્દિક પટેલ

0
56

ભારત દેશ એ લોકતાંત્રિક દેશ છે. અહીં બધાને પોતાની વાત રજુ કરવાનો અધિકાર છે
સુરત,તા.૬
રાજદ્રોહના કેસમાં આજે પાસ આગેવાન હાર્દિક પટેલ સુરતની કોર્ટમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાતચીત કરતા ૨૫મી ઓગસ્ટના રોજ યોજાનાર અમરણાંત ઉપવાસ કાર્યક્રમની મંજૂરીને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં દેશમાં રોજગારી ન હોવા અંગે સરકાર પર પ્રહારો કર્યા હતા.
હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “ભારત દેશ એ લોકતાંત્રિક દેશ છે. અહીં બધાને પોતાની વાત રજુ કરવાનો અધિકાર છે. ઉપવાસ પર ઉતરવાનો પણ અધિકાર છે. આ કોઈ પપ્પાનો કાયદો નથી કે મંજુરી ન આપી શકાય.”
નીતિન ગડગરીના રોજગારી અંગેના નિવેદન અંગે સરકારની ટીકા કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, “નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે દેશમાં રોજગારી નથી. એનો મતલબ થાય છે કે તેઓ છેલ્લા ચાર વર્ષમાં રોજગારી ઉભી નથી કરી શક્યા. આ વાત તેમના જ નેતાઓ સાબિત કરી બતાવી છે.”
રવિવારે ભાજપના વરુણ પટેલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “વરુણ એવો કોઇ પ્રખર નેતા નથી કે જેની વાતનો અમારે જવાબ આપવો પડે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY