
નોટિંઘમ,તા.૧૭
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ ટ્રેવર બેલિસએ કહ્યું છે કે, વિરાટ કોહલી પોતાની ઇજાથી ખુબ જ જલ્દીથી ઉભરી રહ્યો છે અને તે ત્રીજી ટેસ્ટમાં પણ ખતરનાક રીતે વાપસી કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શનિવારે નોટિંઘમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચમાં બૈક ઇન્જરીના કારણે વિરાટ રમતના ચોથા દિવસે મેદાન પર આવ્યો ન હતો. જોકે બીજી ઇનિંગમાં તે બેટિંગ કરવા ઉતર્યો હતો પરંતુ તે સંપૂર્ણ રીતે ફીટ નજર આવી રહ્યો ન હતો.
બેલિસે કહ્યું કે, તે વિરાટની ફિટનેસને લઇ પરેશાન નથી તે તેને લઇ પરેશાન છે કારણ કે, તે ખુબ જ ખતરનાક ખેલાડી છે. ક્રિકેટ ઇતિહાસમાં એવા પણ ઘણા ખેલાડીઓ છે જે પોતાની ઇજાના સમયમાં પણ સારૂ રમ્યા છે અને રન બનાવવાની સાથો સાથે વિકેટો પણ લીધી છે. બેલિસે કહ્યું કે, તેને રમતા જોવો અને સ્લિમમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી વિના કેચ પકડ્યો. મને પૂર્ણ વિશ્વાસ છે કે, તે આગળની મેચમાં રમશે. વિરાટના રમવાથી અમને કોઇ ફરક નથી પડ્તો અને તેવી જ રીતે ક્રિકેટ રમીશું.
બેલિસે આશા વ્યક્ત કરી કે ટ્રેંટ બ્રિઝની સ્થિતિ પણ લોર્ડસ માફક જ છે. અહિંયા પણ સ્વિંગ થાય છે. અમને આશા છે કે, અહિંયા લોર્ડસ માફક પિચથી મદદ મળશે અને જો આવું થાય તો તે અમારી ટીમ માટે સારૂ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


