ધ્રાંગધ્રા,તા.૧૭
એશિયામા સૌથી મોટી સોડાએસની કંપની ધ્રાંગધ્રા શહેરમા આવેલી છે. અહીં અસંખ્ય લોકોને રોજગારી પુરી પાડતી DCW કંપનીમા લેબર્સ દ્વારા વિરોધનો વંટોળ ઉભો કરાયો છે. જેમા ધ્રાંગધ્રા DCW કંપની દ્વારા કામદારોનુ શોષણ થતુ હોવાનુ જણાવ્યુ હતુ. આ કામદારોનુ કહેવુ છે કે કંપની દ્વારા તેઓને ૨૫ વર્ષથી રાખવા છતા હજુ સુધી કાયમી કરાતા નથી, તેમના પી.એફ સાથે પણ ચેડા કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે અને તેઓને દરરોજનુ ભથ્થુ પણ ઓછુ આપવામા આવે છે.
છેલ્લા ઘણા સમયથી DCW મેનેજમેન્ટ તેમજ કોન્ટ્રાક્ટરની સાઠગાંઠથી કામદારોનું ખૂબ જ શોષણ થાય છે જ્યારે કંપની દ્વારા એક માસમા માત્ર દસ કે પંદર દિવસ જ આ લોકોને કામ આપી બાકીના દિવસોમા પાછા મોકલી દેવામા આવે છે. જેથી તેઓને પુરતી એક માસની હાજરી મળતી નથી. કંપનીના કામદારો દ્વારા રોજગાર ભથ્થુ વધારવુ, વર્ષોથી કામ કરતા લોકોને સિનિયોરીટી આપવી, લેબર્સને સેફ્ટીના સાધનો પુરા પાડવા સહિતના પ્રશ્નો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસી ગયા છે. ધરણા પર બેઠાના ચાર દિવસ વીતી ગયા હોવા છતાંય કોઈ DCW ના અધિકારી કે પછી રાજકારણીઓએ આ કામદારોની મુલાકાત લીધી નથી જ્યાં સુધી કામદારોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ધ્રાંગધ્રાની DCW ફેક્ટરીની બહાર આ કામદારો દ્વારા અચોક્કસ મુદત સુધીના ધરણા પ્રદર્શન અને છતાંય માંગ ન સ્વીકારાય તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


