મુંબઈ,તા.૨૮
મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સતત જોરદાર તેજી ચાલુ રહી છે. મંગળવારે આરઆઈએલનો શેર ૨ ટકાથી વધુ ઊછળીને પ્રથમવાર રૂ.૧,૩૦૦ની સપાટી વટાવીને બીએસઇમાં રૂ.૧૩૨૩ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. આ સાથે રિલાયન્સનું માર્કેટ કેપ વધીને રૂ.૮.૩૫ લાખ કરોડની ઉપર ગયું છે. ગયા સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૮ લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ હાંસલ કરનારી પ્રથમ કંપની બની હતી.
આ વર્ષે આરઆઇલનો શેર ૪૫ ટકા વધ્યો છે અને તેના પગલે રોકાણકારોને રૂ.૨.૫૮ લાખ કરોડનો ફાયદો થયો છે.
ઇૈંન્નો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે ૨.૪ ટકા ઊછળીને રૂ.૧૩૨૩ની ટોચને અડ્યો હતો, જે તેનું સર્વોચ્ચ સ્તર છે. શેર અંતે ૨ ટકા વધીને રૂ.૧૩૧૮ પર બંધ રહ્યો હતો. આ સાથે કંપનીની માર્કેટ કેપ વધીને ૮.૩૫ લાખ કરોડની ઉપર ગઇ છે. કંપનીને ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર ટ્રાઇ દ્વારા બહાર પાડવામાં આવેલા પોઝિટિવ ડેટાથી લાભ મળ્યો છે. ટ્રાઇના આંકડા અનુસાર, રિલાયન્સ જિયોએ ગ્રાહકોની સંખ્યામાં વધારો નોંધાવ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં (૨૮ ઓગસ્ટ સુધી) શેરમાં ૪૫ ટકા તેજી આવી છે. તેની સરખામણીમાં સેન્સેક્સ ૧૫ ટકા વધ્યો છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીના રોજ શેરની કિંમત રૂ.૯૧૧.૫૫ હતી તે વધીને ૨૮ ઓગસ્ટના રોજ બીએસઇમાં શેર રૂ.૧૩૨૩ની ટોચે અડ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર છેલ્લા એક મહિનામાં ૧૫ ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા ૩ દિવસમાં તેના શેરમાં ૪.૫ ટકા તેજી નોંધાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ પહેલી જાન્યુઆરીએ રૂ.૫.૭૭ લાખ કરોડ હતી તેનાથી વધીને રૂ.૮.૩૫ લાખ કરોડ પર પહોંચી છે. આમ, આઠ મહિનામાં તેની માર્કેટ કેપમાં રૂ.૨.૫૮ લાખ કરોડનો વધારો થયો છે. એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારો રૂ.૨.૫૮ લાખ કરોડ કમાયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




