વૈશ્વિક રાહે સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે બંધ

0
27

મુંબઈ,તા.૨૮
ભારતીય ઈક્વિટી માર્કેટ સતત બીજા સેશનમાં નવી ટોચે બંધ રહ્યુ હતું. વિદેશી સંસ્થાગત રોકાણકારો તેમજ સ્થાનિક રોકાણકારોની રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને મારુતિ સુઝુકી જેવા બ્લુચિપ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે પહોંચ્યા હતા.
સેન્સેક્સ ૨૦૨.૫૨ પોઈન્ટ્‌સ અથવા ૦.૫૨ ટકા વધી ૩૮,૮૯૬.૬૩ પોઈન્ટ્‌સ જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૪૬.૫૫ પોઈન્ટ્‌સ અથવા ૦.૪૦ ટકા વધી ૧૧,૭૩૮.૫૦ પોઈન્ટ્‌સની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી-૫૦એ સૌપ્રથમ વાર ૧૧,૭૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી.
ઓગસ્ટ એક્સપાયરીને ધ્યાનમાં લઈને જોવા મળેલા શોર્ટ કવરિંગથી પણ બજારમાં તેજી તરફી ચાલ જળવાઈ રહી હતી. એશિયાના અન્ય બજારોમાં પોઝિટિવ વલણની ભારતીય શેરબજાર પર પણ અસર જોવા મળી હતી અને વૈશ્વિક રાહે શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
મંગળવારે એનર્જી, ઓટો અને પાવર શેરોમાં આક્રમક લેવાલીથી શેરબજાર નવી ટોચે બંધ રહ્યુ હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY