શાહપુરા ગામ નજીક અમલેશ્વર પાણીની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

0
77

નબીપુરના શાહપુરા ગામ પાસે આવેલ અમલેશ્વર પાણી ની કેનાલમાં અજાણ્યા યુવાનનો ડી.કમ્પોઝ હાલત માં મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોએ સ્થાનિક નબીપુર પોલીસને કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને જાણ કરતા તેઓના માણસ કેનાલમાં ઉતારી તેને બહાર કાઢી ઓળખ માટે વાલીવારસોની શોધખોળ નબીપુર પોલીસે શરૂ કરી હતી

નબીપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાલીવારસોની શોધખોળ આરંભી છે મરણ જનાર કઈ રીતે કેનાલમાં પડ્યો છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે

જોકે પ્રાથમિક તબક્કે મરણના શરીર ઉપર માત્ર લાલ કલરનું શર્ટ હોવાથી કેનાલમાં નાહવા પડ્યા હોય અને ઊંડા પાણીમાં ગરકાવ થવા ના કારણે પણ ડૂબી જવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધનંજય ઝવેરી :-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY