ભાવનગર તાલુકાના કોળીયાક ગામ પાસે આવેલ નિષ્કલંક મહાદેવજીના મંદિરે આગામી ભાદરવી અમાસ નિમિત્તે આગામી તા.૦૮/૦૯/૨૦૧૮ તથા તા.૦૯/૦૯/૨૦૧૮ના બે દિવસ દરમિયાન પરંપરાગત લોકમેળો ભરાનાર છે.
આ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વાહન દ્વારા આવતા હોય છે અને આ સ્થળે જવા માટે એક જ રસ્તો હોઇ, જેથી આ આ મેળા દરમ્યાન ટ્રાફીક નિયમન જળવાઇ રહે અને વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માતો નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવાનું જરૂરી જણાય છે. આથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂઇએ હું ઉમેશ વ્યાસ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી આ મેળા દરમિયાન નીચેની અનુસૂચિમાં દર્શાવેલ રસ્તાને આગામી તા.૦૮/૦૯/૨૦૧૮ તથા તા.૦૯/૦૯/૨૦૧૮ સુધી બે દિવસ માટે ટ્રાફિક નિયમન સારૂં નીચે મુજબ હુકમ કરૂ છું. આ જાહેરનામું તમામ પ્રકારના વાહનોને પણ લાગુ પડશે.
-: અનુસૂચિ :-(૧ મેળામાં સરકારી ફરજ પર ન હોય તેવા તમામ વાહનો ગુંદી ગામ પાસે તેમના પેસેન્જરો ઉતારી દઇ ત્યાંથી હોઇદડ ગામ જવાના રસ્તા પર તેમના વાહનો પાર્કિંગ કરવા લઇ જવાના રહેશે.(ર મેળામાં સરકારી ફરજ પર હોય તેવા તમામ વાહનોએ સબંધિત કચેરીનાં અધિકારીશ્રીનો પત્ર પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરની કચેરી (એલ.આઇ.બી. શાખા)માં આપી કાર પાસ (વાહન પ્રવેશપાસતા.૦૭/૦૯/૨૦૧૮ના ૧૫.૦૦ કલાક સુધીમાં મેળવી લેવાના રહશે.
આ જાહેરનામાના ભંગ અગર ઉલ્લંઘન કરનાર સદરહું અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામા અન્વયે મહેસુલી તંત્રના, પોલીસ તંત્રના, જિલ્લા પંચાયતના, માર્ગ અને મકાન વિભાગના, આરોગ્ય તંત્રના, પોર્ટ વિભાગના, એસ.ટી. કોર્પોરેશન, પી.જી.વી.સી.એલ. તથા માહિતી વિભાગના વાહનોને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



