ભાવનગર,તા.૨૫
૨૩ એપ્રિલના રોજ મતદાનમથકમાં મોદીનું સ્લોગન બોલતા રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે સામે આખા દિવસની ગડમથલ અન ઉચ્ચકક્ષાના દબાણ બાદ મોડી રાત્રે અઢી કલાકે પોલીસ સ્ટેશનમાં વિભાવરીબેન સામે ચૂંટણી આચારસંહિતા ભંગ સંદર્ભની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે ૨૫૦ રૂપિયા દંડની જાગવાઈ છે.
મતદાનના દિવસે સવારના સમયે રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે હિલડ્રાઇવ વિસ્તારમાં મતદાનમથકમાં મતદાન કરવા ગયેલા ત્યારે મતદાન મથકના સંકુલમાં “મોદી હૈ તો મુમકિન હૈ” સ્લોગન બોલતા ભારે વિવાદ સર્જાયો હતો. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ પટેલે વિભાવરીબેન દવે સામે આચાર સંહિતા ભંગની ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી.
મોડી સાંજ સુધીમાં ભાજપ અને ચૂંટણીપંચ વચ્ચે ઘણી ગડમથલ ચાલી. વિભાવરીબેન દવે સામે ફરિયાદ કરવા સ્થાનિક કક્ષાને પણ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાથી અનેક દબાણના અંતે રાત્રિના ૨ઃ૨૪ કલાકની આસપાસ સ્ટેટ જીએસટી ઇસ્પેક્ટર કિરીટભાઈ નિતીનચંદ્ર શાહે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે સામે મતદાન મથકના સંકુલમાં “મોદી હે તો મુમકિન હૈ” નું સ્લોગન બોલી ચૂંટણી આચાર સંહિતા ભંગ કર્યો હોવાની ફરિયાદ કરતા કલમ ૧૫૩ મુજબ પી.આઈ. જે.જે. રબારીએ તપાસ કરી કોર્ટમાં કેસ રિફર કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



