લો બોલો,ભરૂચ-નર્મદા સાંસદ મનસુખ વસાવાએ દિવાળીએ ફોડ્યો લેટર બૉમ્બ!?

0
483

પાંચ ટર્મ થી સતત ચૂંટાતા આદિવાસી ભાજપા ઉમેદવારે છઠ્ઠી ટર્મ માં નથી લઢવુ કહી સત્તા ની બહાર રહી આદિવાસી લડત પર ચાલુ રહેવાનું મન બનાવ્યું કે પછી હારના ભયે ઉમેદવારી થી દૂર રહેવું પસંદ કર્યું!?

મોવડી મંડળ ને લખેલ કથિત પત્ર માં સતત રાજ્ય ભાજપા સંગઠન માં ક્ષત્રિય સમાજ ના મહામંત્રી તરીકે પસંદગી પામનાર ભારતસિંહ પરમાર ને આગળ ધરી કોઈ બીજો ખેલ પાડ્યો?

આજના દિવાળી ના દિવસે બહાર પડેલ પ્રમુખ દૈનિક અખબાર ની વિગત જોતા ભરૂચ-નર્મદા જિલ્લા ના લોકસભા ના મતદારો એ અનુભવ્યું કે સતત પાંચ ટર્મ થી ચૂંટાતા મનસુખ વસાવા ના ઉમેદવારી જ ન કરવાના કથિત નિર્ણય ને જાણે સામી ચૂંટણી એ ઉમેદવારી ન કરવાનો નિર્ણય બૉમ્બ ફાટ્યો હોવાની અનુભૂતિ કરી છે.આ વિષયે રાજકીય વિશ્લેષકો પણ જુદા જુદા તારણ કાઢતા થવા લાગ્યા કે શા માટે મનસુખ વસાવાએ લોકસભા ચૂંટણી થી અળગા રહેવા ની નિર્ણય કરી લીધો ?

શુ મનસુખભાઇ વસાવા જાણી ગયા કે નોટબંધી,જીએસટી,સતત વધતી મોંઘવારી,ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ની વધતી સીટો,તો વળી હાલની લોકસભામાં ભાજપા અને એલાયન્સ ની ઘટેલ સીટો,ભરૂચ નર્મદા લોકસભા મત વિસ્તાર માં કોંગ્રેસ ના રાજ્ય સભા ના સાંસદ અહમદ પટેલ ( રાજ્ય સભા ની ચૂંટણી સમયે ધારાસભ્ય છોટુભાઈ વસાવા નો મત કોંગ્રેસ ને પડવો) દ્વારા થયેલ સતત આદિવાસી અને સામાન્ય નાગરિકો ના સુખાકારી ના કામો થી જો અહમદ પટેલ નો દીકરો ચૂંટણી લઢે તો હારવાની બીક,!?

તો અન્ય કારણો માં છેલ્લા કેટલાય સમય થી આદિવાસી મતવિસ્તાર ની મનસુખભાઇ ની આદિવાસીઓ માટે કાઢવામાં આવેલ લાગણી માટે સરકાર અને તેના મંત્રી વિરુદ્ધ ના કડક વલણ ને કારણે પ્રદેશ મોવડી મંડળ અને સંગઠન ની કયાંક નારાજગી!? કે આવનાર 2019 ની લોકસભા માં અન્ય આદિવાસીઓ માં સુવિખ્યાત ડો.દર્શના દેશમુખ કે અન્ય ને ટીકીટ અપાય તો નીચું જોણું થાય એના કરતા આગોતરા ટીકીટ નથી જોઈતી એવો નિર્ણય દર્શાવી સ્વમાનભેર આવનાર લોકસભાની ચૂંટણી ની ઉમેદવારી માંથી જ ખસી જવું કારણ ગમેં તે હૉય પણ મનસુખ વસાવા નો રાજ્ય ના ક્ષત્રિય મહામંત્રી (જેઓ અગાઉ રાજ્યસભા માં સાંસદ રહી ચૂકેલા અને કહેવાય છે કે સંગઠન માં વ્યત રહેતા હોવાને કારણે તેઓની કેન્દ્ર સરકાર ની રાજ્ય સભા ના સંસદ ને રાજ્યભર માં જનસુખાકારી માટે વાપરવા મળતી ગ્રાન્ટ પણ ન પૂરી શકનાર) ભારતસિંહ પરમાર ને લોકસભાની ટીકીટ અપવવા માટે નો કથિત અહોભાવ કેમ જાગ્યો? શુ મનસુખ વસાવા સમજી ગયા કે આદિવાસીઓ નો ભાજપ સરકાર વિરોધી વધેલ વ્યાપક રોષ માં હારી જવા કરતા અને સામાન્ય સીટ પર જો ડો.દર્શનાબેન દેશમુખ(પૂર્વ સાંસદ ના ડો.થયેલ દીકરી ને ટીકીટ મળે તો પણ આદિવાસી સમાજ માં નીચુંજોણું થાય એના કરતાં ભારતસિંહ પરમાર ના નામ ને જો મનસુખભાઇ જ ટેકો આપે તો ડો.દર્શનાબેન દેશમુખ નું પત્તુ આપોઆપ કપાય કેમકે સીટ સામાન્ય છે

વળી છેલ્લા ઘણા સમય થી ભાજપા સંગઠન દ્વારા પાયાના કાર્યકર્તાઓ ની અવગણના પણ પરિણામ બદલી શકે દાત.
અવિધા ના વતની અને 1985 માં ભાજપ નો ખેસ પહેરી સંગઠન ને મજબૂત કરનાર પુષ્પવદન દેસાઈ જેઓ નર્મદા સુગર ના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ જેમનું આજેય નર્મદા અને ભરૂચ જિલ્લા ના આદિવાસી, ક્ષત્રિય અને પટેલ મતદારો તેમજ અંકલેશ્વર ઝઘડિયા ઉદ્યોગ ગ્રહોમાં પણ વર્ચસ્વ છે તેંમની અવગણના તો ઠીક પણ તેમને સામાન્ય જ્ઞાતિ ના હોવાને કારણે અને લોકસભા સીટ સામાન્ય હોવાને કારણે જ્યારે પુષ્પવદન દેસાઈ એ જેતે વખતે આદિવાસી ને બદલે સામાન્ય ઉમેદવાર ની પણ પસંદગી થવી જોઈએ એવી રજુઆત માત્ર થી રિસાયેલ સાંસદે તેમને તેમનાજ ગામ માં કટ ટૂ સાઈઝ કરવા સાંસદે અવિધા ગામ ને દત્તક લીધું પણ કેટલી અવિધા ગામવાસી ઓ ની સુવિધા વધી એતો ગામજનો જાણે વાત મૂળ એમ છે કે પુષ્પવદન દેસાઈ એ લખેલ પત્ર અત્રે પ્રસ્તુત છે.

આ પત્ર જોઈ એમ લાગે છે કે પુષ્પવદન દેસાઈ પણ 2019 ની સામાન્ય સીટ પર અપક્ષ ઉમેદવારી કરશે અને એણે મન બનાવ્યું છે કે”હું ભલે હારું પણ ભાજપ તને તો નૈજ જીતવા દેવુ”જેનો સીધો ફાયદો કોંગ્રેસ ને થાય અને કોંગ્રેસ આવા બેચાર ઉમેદવાર ઉભા કરે તો મતો વહેંચાય અને સરવાળે ભારતસિંહ પરમાર હોય, દર્શનાબેન હોય કે ગમે તે હોય ભોગવવું તો ભાજપા નેજ પડે કેમકે ઝઘડિયા તાલુકા પંચાયત સુધ્ધા ભાજપ પાસે નથી આદિવાસીઓ વિરોધે ચડ્યા છે
ડેડીયાપડા,ભરૂચ જિલ્લાપંચાયત પણ ભાજપ પાસે નથી ત્યારે આવનાર 2019 ની લોકસભા ની ચૂંટણી પહેલાં લોકસભા સીટ માં પસંદગી સમિતિ ,પ્રભારીઓ,અને રાજ્ય સંગઠને આ સાંસદ મનસુખભાઈ વસાવા ના ચૂંટણી માં ઉમેદવારી જ ન કરવાના,રાજ્ય ના સંગઠન મહામંત્રી ભારતસિંહ પરમાર નું નામ સૂચવી ટેકો આપવાની વાત,હોય કે છોટુભાઈ વસાવાના કોંગ્રેસ તરફી વલણ ની વાત હોય,સાંસદ અહમદ પટેલ ના દીકરાની ઉમેદવારી ની વાત હોય,કે સ્વચ્છ છબી ધરવાવતા ડો.દર્શના દેશમુખ નું ગર્ભિત કદ વેતરી નાખવાનો દાવ હોય,કે ખાનગીમાં….હોય ભોગવવું પ્રદેશ ભાજપ સંગઠન અને ભાજપ ની કેન્દ્ર સરકારે પકડે. આ લેટર બૉમ્બ ઘણા અણસાર આપે છે જે વાત માં બે મત નથી.

ધનંજય ઝવેરી 7574888861 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY