શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા આજ રોજ સવારે દાંડિયા બજાર ,ભૃગુઋષિ મંદિર ખાતે સમાજના ૨૦૦ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંગઠનના પ્રમુખ ચિરાગ ભટ્ટ, ભાર્ગવ બ્રહ્મસમાજ ના પ્રમુખ રવિન્દ્ર હિંદીયા, બ્રહ્મ શોસ્યલ ગ્રુપના રજનીકાંત રાવલ, સંગઠનના ફાઉન્ડર કોમલ પંડ્યા, તથા બ્રહ્મસમાજ ના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના બાળકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

- રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



