ખુન જેવા ગંભીર પ્રકારના શરીર સબંધી ગુન્હાના આરોપીને પાસા હેઠળ ધકેલતી પશ્ચિમ કચ્છ-ભુજ એલ.સી.બી.

0
260

ભુજ કચ્છ: અગાઉ ભુજમાં સવા એક વર્ષ અગાઉ સરલી ગામના કોળી યુવાનની હત્યાના ગુન્હામાં સંડોવાયેલ અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખા, ઉ.વ.૩૪, રહે.ભીડનાકા બહાર, વોરાના હજીરા પાસે, સુરલભીટ રોડ, સરફીયા મસ્જીદની પાસે, ભુજ વાળો હાલના પ્રર્વતમાન સંજોગોમાં મજકુર જામીન મુકત થયેલ હોઇ અને નજીકના ભવિષ્યમાં ફરીથી આવા ગંભીર ગુન્હાઓમાં રચ્યો પચ્યો રહી જાહેર વ્યવસ્થાને બાધારૂપ થાય તેવી પુરેપુરી શકયતા હોઇ હાલના સંજોગોમાં જીલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારૂ ચાલે અને મજકુર કોઇ પડકારરૂપ અડચણો ઉભી ન કરે તે હેતુથી શ્રી ડી.બી.વાધેલા આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજ કચ્છનાઓ તથા શ્રી એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મજકુર વિરૂધ્ધ શ્રી એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે કલેકટરશ્રી કચ્છ ભુજનાઓએ મોકલી આપતા જે દરખાસ્તના કારણો તથા હાલની જીલ્લાની પરીસ્થિતિ ધ્યાને લઇ કાયદો વ્યવસ્થાના હિતમાં મજકુરને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવા વોરંટ જારી કરેલ જે પાસા વોરંટ આધારે ઇ.ચા.પો.ઇન્સ.શ્રી તથા એલ.સી.બી.સ્ટાફના સભ્યો મજકુરને આજરોજ કલાક ૧૬/૦૫ વાગ્યે ભુજ ખાતે થી અટકાયતમાં લઇ તેના ઉપર પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ અને વોરંટમાં જણાવેલ હુકમ મુજબ યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ મજકુરને ખાસ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.

પશ્ચિમ કચ્છ જીલ્લામાં જાહેર વ્યવસ્થા ખોરવી કાયદો વ્યવસ્થા સામે પડકારરૂપ ઇસમો સામે કોઇ પણ શેહશરમ વગર આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY