મુંબઈ,તા.૨૮
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની સ્ટુડન્ટ આૅફ ધી યર ટુ ફિલ્મ કરી રહેલા કસરતી કાયા ધરાવતા અભિનેતા ટાઇગર શ્રોફે પોતાની બહેન કૃષ્ણા સાથે એક નવી જિમ શરૃ કરવાની ઔપચારિક જાહેરાત કરી હતી.
પહેલી ડિસેંબરે મુંબઇના વાંદરા ઉપનગરમાં શરૃ થનારી આ જિમની ખૂબી એ છે કે એમાં પરંપરાગત વ્યાયામ ઉપરાંત મિક્સ્ડ માર્શલ આર્ટ પણ શીખવવામાં આવશે અને એ માટે ટાઇગરે ખાસ એક્રેડિટેશન મેળવ્યું છે.
જાહેર જનતા જાગ એક નિવેદનમાં ટાઇગરે કહ્યું હતું કે હું અને મારી બહેન કૃષ્ણા બંને મિક્સ્ડ માર્શલ આર્ટ સાથે શીખ્યા છીએ અને અમને બંનેને આ આર્ટમાં ખાસ રસ રહ્યો છે. અમે જિમમાં આ વિભાગ પણ ઉમેર્યો છે જે અન્ય કોઇ જિમમાં હોતો નથી. આ રીતે અમે એક નવું અભિયાન શરૃ કરી રહ્યાં છીએ.
કૃષ્ણાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ સમાચાર ફોટોગ્રાફ સાથે રજૂ કર્યા હતા. ૨૦૧૮ ટાઇગર માટે લકી નીવડયું હતું. એની બાગી ટુ હિટ નીવડતાં એને કરણ જાહરની ફિલ્મ મળવા ઉપરાંત રિતિક રોશન સાથે બેંગ બેંગ ફેમ સિદ્ધાર્થ આનંદની એક એક્શન ફિલ્મ પણ મળી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






