બોલીવુડને નજરઅંદાજ કરી હોલીવુડ એક્ટરને આપ્યું છે આમંત્રણ
મુંબઈ,તા.૨૮
પ્રિયંકા ચોપરા અને નિક જાનાસ ગ્લોબલી ટ્રેંડિંગ કપલ છે. બંનેના શાહી લગ્નની તૈયારીઓ જાધપુરમાં ચાલી રહી છે. ૨ ડિસેમ્બરના રોજ તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. જાધપુરના ઉમેદ ભવન પેલેસમાં આલીશાન લગ્ન થશે. હાલ કપલના પ્રી વેડિંગ સેરેમનીને લઈ અહેવાલ સામે આવ્યો છે.
પ્રયિંકા-નિકનું સંગીત ફંક્શન જાધપુરના મેહરાનગઢ કિલ્લામાં થાય તેવી ચર્ચા હતી. પરંતુ હવે મળેલા અહેવાલ મુજબ સુરક્ષાના કારણોસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા-નિકનું પ્રી વેડિંગ ફંક્શન પણ હવે ઉમેદ ભવનમાં થશે.
રિપોર્ટ પ્રમાણે મેહરાનગઢ કિલ્લા સુધી જવા માટે પ્રિયંકાએ પોલીસ સુરક્ષા માંગી હતી. આ માટે તેણે ખાનગી સિક્્યોરિટી એજન્સી પણ રાખી લીધી હતી. પરંતુ પોલીસે આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને એક્ટ્રેસને સુરક્ષા આપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી હવે પ્રી-વેડિંગ અને વેડિંગના તમામ ફંક્શન ઉમેદ ભવન પેલેસમાં જ થશે.
પ્રિયંકાએ સંપૂર્ણ બોલીવુડને છોડીને હાલીવુડ એક્ટર ડ્વેન જાનસન ઉર્ફ ધ રાકને આમત્રંણ આપ્યું છે જે પ્રિયંકા અને નિકનાં લગ્નમાં જાધપુર પહોંચશે. પ્રિયંકા અને રાક હાલીવુડ ફિલ્મ ‘બેવાચ’માં જાવા મળ્યા હતા.
ઉમેદ ભવન પેલેસને પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પેલેસની બહાર એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. જેમાં લખ્યું છે કે ઉમેદ ભવન પેલેસ મ્યુઝિયમ ૨૯-૧૧-૨૦૧૮થી લઈ ૦૩-૧૨-૨૦૧૮ સુધી દર્શકો માટે બંધ રહેશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





