મુંબઈ,તા.૨૧
મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે દોઢસો કરોડ રૂપિયાનું અનુદાન આપવાની ઘોષણા કરી છે. પરંતુ આનાથી ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો ખુશ નથી. એક સપ્તાહ પહેલા જે ખેડૂતોએ ૭૫૦ કિલોગ્રામ ડુંગળી વેચવા પર માત્ર ૧૦૬૪ રૂપિયા મળવાથી નારાજ થઈને પૈસા વડાપ્રધાન મોદીના નામથી મની ઓર્ડર કર્યા હતા. મહારાષ્ટ્રમાં ખેડૂતો ડુંગળીની યોગ્ય કિંમતની માગણી લાંબા સમયથી થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નાણાં મની ઓર્ડર કરનારા ખેડૂત સંજય સાઠેએ જણાવ્યુ હતુ કે દોઢસો કરોડ રૂપિયાનું અનુદાન એટલે કે એક ક્વિન્ટલ માટે બસ્સો રૂપિયા એટલે કે એક કિલોગ્રામ ડુંગળી પર વધારાના બે રૂપિયા સરકાર આપવાની છે. સંજય સાઠેએ કહ્યું છે કે આ અનુદાન એવા ખેડૂતોને મળશે, જેમણે પહેલી નવેમ્બરથી ૧૫મી સપ્ટેમ્બર સુધી ડુંગળી મુખ્ય મંડીમાં વેચી અને તેને ડુંગળીની ઓછી કિંમત મળી હતી.
પરંતુ આજની સ્થિતિ ઘણી ખરાબ છે. તેમણે નારાજગી વ્યક્ત કરી હતી કે ખેડૂતો એક ક્વિન્ટલ ડુંગળી એકસો રૂપિયે વેચી રહ્યા છે. એટલે કે ખેડૂતોને માત્ર એક રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આટલો જ ભાવ મળી રહ્યો છે. સંજય સાઠેએ જણાવ્યુ છે કે રિસર્ચ કરતી એક પ્રતિષ્ઠિત સંસ્થા પ્રમાણે એક કિલોગ્રામ ડુંગળી પકવવા માટે આઠથી નવ રૂપિયા ખર્ચ આવે છે. જેને કારણે સરકારનો હિસાબ ક્યાંક તો ખોટો થઈ રહ્યો છે અથવા તો સરકારના પ્રતિનિધિઓને હિસાબ કરતા આવડતો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



