અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે લગ્ન કરશે!!?

0
16

મુંબઈ,તા.૮
બોલિવૂડ એક્ટર તથા પ્રોડ્યુસર અરબાઝ ખાન તથા મલાઈકા અરોરા અલગ થઈ ગયા છે અને બંને પોત-પોતાની લાઈફમાં આગળ વધી ગયા છે. અરબાઝ ખાન આજકાલ જ્યોર્જીયા એન્ડ્રિયાનીને ડેટ કરે છે. હાલમાં જ આ બંનેએ અર્પિતાનો જન્મદિવસ હૈદરાબાદમાં સેલિબ્રેટ કર્યો હતો. આટલું જ નહીં ચાર ઓગસ્ટના રોજ જ અરબાઝ ખાનનો જન્મદિવસ હતો અને જ્યોર્જીયા એન્ડ્રિયાનીએ સોશિયલ મીડિયામાં અરબાઝને રોક સ્ટાર કહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આથી જ માનવામાં આવે છે કે હવે, આ બંને પોતાના સંબંધોની ટૂંક સમયમાં જાહેરાત કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યોર્જીયા એન્ડ્રિયાની ખાન પરિવારને પસંદ છે અને તેમણે આ સંબંધ માટે મંજૂરી પણ આપી દીધી છે. આ જ કારણથી અરબાઝ ખાન હવે ટૂંક સમયમાં જ જ્યોર્જીયા એન્ડ્રિયાની સાથેના સંબંધોની જાહેરાત કરશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY