સંસદનું શિયાળુ સત્ર શરુ થાય તે પહેલા આરએસએસ એ રામ મંદિર માટે ધર્મસભાનું આયોજન કરી દિલ્હીમાં સત્તા પર બેઠેલી પોતાની જ સરકારને જારદાર ત્રાડોના અવાજમાં કહ્યું કે જેઓ સત્તામાં છે તેમનો વાયદો હતો કે મંદિર વહી બનાયેંગે. પરંતુ બનાવ્યું નહિ અને ભીખ માંગી નથી રહ્યા. સરકાર કાયદો લાવે ચાલો સારુ છે કે ચાર વર્ષ પછી કોઈને રામજીની યાદ તો આવી. ૨૦૧૪મા ૨૬મે બાદ સંસદનું જે પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યુ તે સમયે જા રામમંદિર માટે કાયદો બનાવવાની માંગણી માટે પોતાના જ વડાપ્રધાનને કહ્યું હોત તો કદાચ ચાર પાંચ વર્ષમાં તો મંદિર ક્યારનુય બની ગયુ હોત અને રામલલ્લાને આટલા વર્ષ તંબુમા ગુજારવા ના પડત. સંઘને ભીખ પણ ના માંગવી પડતી. ૨૦૧૪માં ભાજપાએ રામ મંદિરનો વાયદો તમામ હિન્દુઓને કર્યો હતો. લોકોએ વિશ્વાસ રાખીને ઢગલાબંધ મતોનો વરસાદ વરસાવી દીધો હતો પરંતુ એ જ સંસદના ઉમરા ઉપર માથુ ટેકવનાર રામ મંદિર માટે કાયદો બનાવવાનું ભૂલી ગયા અને ફરીથી સામાન્ય ચૂંટણી માથા પર છે અને મામલો કેટલીક હદે ખખડી ગયેલો લાગ્યો તો સંઘ એ જ રીતે મેદાનમાં છે જેવી રીતે કે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હોય અને સરકાર રામ મંદિર માટે મનાઈ કરી રહી હોય…!!!
રામ મંદિરને માટે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા જન્મભૂમિને લઈને કેસ વિચારણામાં છે. છેલ્લી રજૂતમાં કોર્ટે જાન્યુઆરીમાં સુનાવણીની જાહેર કરવા સાથે જ સંઘ અને સરકારના કેટલાક અગ્રણીઓ એવી રીતે સામે આવ્યા કે માનો કે સુપ્રિમ કોર્ટ રામ મંદિરની વિરુદ્ધમાં હોય અને સુપ્રિમ કોર્ટ તો મંદિર બનાવવા જ નહીં દે…! જ્યારે કે મામલો હજી સુધી ચાલી રહ્યો છે એવામાં સંઘને એવુ કેમ લાગ્યું કે સુપ્રિમ કોર્ટનો ફેંસલો કેવો આવશે…? ખરેખર તો એવુ છે કે સુપ્રિમ કોર્ટને બદનામ કરવી અને લોકોને ભ્રમિત કરવા અને પોતાની જ સરકારની વિરુદ્ધમાં સંતાકૂકડીનો ખેલ ખેલવો જેથી મતો મેળવી શકાય.
સરકાર બનતા જ સંઘ પરિવારે રામમંદિરને માટે આજ જેવું વાતાવરણ બનાવ્યું હોત તો રાહુલબાબા પણ અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરી શકતા. કેમ કે તેઓ પણ હવે રામ મંદિર ફરી રહ્યા છે. કોઈએ કહ્યું છે કે મતબેંકનું રાજકારણ ના થવું જાઈએ. મતબેંકનું રાજકારણ દેશ અને સમાજ માટે નુકસાનકારક છે. પરંતુ તે નેતાની વાત જાણીબુઝીને ના માનતા સંઘે હિન્દુ મતોને અંકે કરવા માટે દેશભરમાં ફરીથી રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. શું આ મતબેંકની રામનીતિ કે રાજકારણ નથી શું….? હિન્દુઓએ મંદિર માટે ઈંટો આપી,પૈસા આપ્યા,બાબરીનો ઢાંચો ઢાળી દીધો,કેટલાયે કાર સેવકોને સહન કરવુ પડ્યુ. ગુજરાતમાં ૫૯ કાર સેવકોની હત્યા થઈ આજ રામ મંદિર માટે ભારે બહુમતીવાળી સરકાર આપી હિન્દુઓએ અને તેનાથી વધારે શું જાઈએ સંઘને હિન્દુઓથી….? હવે તો મંદિર બનાવો. મોંઘવારીથી ત્રસ્ત દેશની પ્રજાને સંઘ અને સરકાર હવે વધુ પરેશાન ન કરે. કાયદો બનાવે મંદિર બનાવે. બસ હવે બહુ થઈ ગયુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





