આનંદીબેન વિવાદોમાં : રાજ્યપાલ હોવા છતાં ભાજપ માટે વોટ માંગ્યા….!!

0
192

ભોપાલ,
તા.૨૮/૪/૨૦૧૮

ઘરે ઘરે જઈને બેસો,હાથ ફેરવો તો વોટ મળશે : આનંદીબેન પટેલ

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કથિત રીતે ભારતીય જનતા પક્ષના નેતાઓને સલાહ આપી રહ્યા હતા કે કેવી રીતે વોટ લેવાના. રાજ્ય સ્થિત ચિત્રકૂટમાં રાષ્ટપતિ રામનાથ કોવિંદના બે દિવસીય પ્રવાસ દરમિયાન પટેલે સતના જિલ્લામાં ભાજપના નેતાઓને કહ્યું કે જ્યારે તમે જરુરતમંદ અને કુપોષિત બાળકોને અપનાવશો ત્યારે જ વોટ મળશે.

વિપક્ષે પટેલ પર જ્યાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી થવાની ત્યાં સત્તાધારી પક્ષ ભાજપની મદદ કરવા માટે સંવિધાનિક પદનો દુરુપયોગ કરવાનો આરોપો લગાવ્યો છે. કોંગ્રેસ નેતા તેના વિરોધમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે રાષ્ટપતિ ભવનને તેમના આચરણ વિશે લખવાની યોજના બનાવી રહ્યા છે.

વીડિયોમાં પોતાની કથિત વાતચીત દરમિયાન રાજ્યપાલ પટેલે સતનાની મહાપૌર મમતા પાંડે અને અન્ય પાર્ટીના નેતાઓને કહ્યું કે એક અભિયાન ચલાવો. પાંડેએ તેમને જણાવ્યું કે તેમણે પહેલેથી જ આંગણવાડીમાંથી ઘણા બાળકોને અપનાવ્યા છે.

વીડિયોમાં કથિત રીતે રાજ્યપાલ એમ કહેતા દેખાય છે કે વોટ આવી રીતે નહિ મળે. ગામડામાં જાવ. તેમના ઘરમાં જઈને બેસો, હાથ ફેરવો, ત્યારે વોટ મળશે. તેમણે કહ્યું કે ત્યારે નરેન્દ્રભાઈ (પીએમ મોદી) નું ૨૦૨૨ નું સપનુ પૂર્ણ થઈ શકશે. તેમણે અધિકારીઓને પણ કહ્યું કે તમારે તો વોટ લેવાનો નથી, અમારે વોટ લેવાનો છે.

ખરેખર આનંદીબેન એ ભૂલી ગયા છે કે ગવર્નર એ સંવૈધાનિક પદ છે. રાજ્યપાલ કોઈ પણ પક્ષનો પ્રચાર ના કરી શકે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આનંદીબહેન પટેલના વિડીયોએ મધ્ય પ્રદેશના રાજકારણમાં હલચલ જગાવી છે. કોંગ્રેસ આ બાબતે વિરોધ કરે તેવી સંભાવના છે. આનંદીબહેન રાજ્યપાલ હોવા છતાં ભાજપને મધ્ય પ્રદેશમાં મદદ કરી રહ્યાં છે. આમ પણ મધ્ય પ્રદેશમાં ચૂંટણીને ધ્યાને લઇને જ મોદીએ આનંદીબહેનની મધ્ય પ્રદેશમાં નિમણુંક કરી છે. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનું વર્ચસ્વ છતાં આ વર્ષે કોંગ્રેસ પણ મજબૂત જણાઈ રહી છે. ભાજપ કોઈ કચાશ છોડવા માગતું નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY