દિલ્હીમાં લગ્નમાં મનગમતા ગીત ન વગાડતાં ડીજેને ગોળી મારી

0
133

ન્યુ દિલ્હી,
તા.૨૮/૪/૨૦૧૮

પોલીસે ફરિયાદના આધારે ૫ લોકોની ધરપકડ

દિલ્લીમાં એક લગ્ન પ્રસંગમાં મન પસંદ ગીત ન વગાડતા કેટલાક લોકોએ ડીજેને ગોળી માર્યાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે કેસ દાખલ કરી ૫ લોકોની ધરપકડ કરી છે. ગુનેગારમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું હતું કે, સાબૂત હટાવવાના ગુનામાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલા એક ગુનેગારની માં છે. હુમલામાં ઘાયલ થયેલ ડ્ઢત્ન બોબી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, લગ્ન પ્રસંગમાં રવિ નામના આરોપીએ તેનું મન ગમતું ગીત વગાડવાનું કહ્યું હતું, પણ બોબીએ ના પડતા તેણે ગુસ્સામાં આવી ગોળી ચલાવી હતી.

ઘાયલ બોબીએ જણાવ્યું હતું કે, ગોળી માર્યા બાદ આરોપીઓએ તેને હોસ્પટલ પહોંચાડ્યો હતો, જ્યાં ડોક્ટરને તેમણે જણાવ્યું કે, બોબીને કઈક વાગ્યું છે. આ ઉપરાંત પોલીસને આરોપીઓ પાસેથી બે પિસ્તોલ પણ મળી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY