શોપિયામાં એન્કાઉન્ટરઃ સેનાએ ૪ આતંકીઓને ઠાર કર્યા, એક જવાન શહીદ

0
99

એન્કાઉન્ટરમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા
શ્રીનગર,તા.૨૦
આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લાના એક ગામમાં આર્મી અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. શ્રીનગરથી ૬૦ કિલોમીટર દૂર શોપિયાન જિલ્લામાં ચલાવવામાં આવેલા ઓપરેશનમાં એક જવાન શહીદ થયો છે, તેમજ ત્રણ ઘાયલ થયા છે.
સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળ્યા બાદ વહેલી સવારે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ થતાં જવાનોએ પણ વળતો પ્રહાર કરીને ચાર આતંકીઓને ઠાર કરી દીધા હતા.
મળતી માહિતી પ્રમાણે ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ નદીમાર્ગ ગામ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દેતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં પરિવર્તિત થઈ ગયું હતું.
આર્મી અને પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. અથડામણ દરમિયાન એક પેરા મિલિટરી કમાન્ડો શહીદ થયો હતો. નોંધનીય છે કે શોપિયાન વિસ્તારમાં આર્મી અને આતંકીઓ વચ્ચે તાજેતરમાં અનેક એન્કાઉન્ટર્સ થયા છે. ૧૮મી નવેમ્બરના રોજ શોપિયાનના રેબાન વિસ્તારમાં આવા જ એક એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોએ આતંકી ગ્રુપ અલ-બદ્રના બે આતંકીઓને ઠાર કર્યા હતા.
આ જ દિવસે પુલવામાના કાકાપોરા વિસ્તારમાં રેલવે કોલોની પાસે આવેલા સીઆરપીએફ કેમ્પ પર આતંકીઓના ફાયરિંગમાં સીઆરપીએફના એક જવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY