‘ઉરી’એ કરી ૫ દિવસમાં ૫૫ કરોડની કમાણી

0
9

મુંબઈ,તા.૧૬
વિક્કી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ ‘ઉરી’ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મે ૫ દિવસમાં ૫૫ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મની સાથે બોક્સ ઓફિસ પર ‘ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પણ રીલિઝ થઇ હતી. જાકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી નથી.
‘ઉરી’એ રીલિઝના પહેલા દિવસે શુક્રવારે ૮.૨૫ કરોડ, શનિવારે ૧૨.૨૫ કરોડ, રવિવારે ૧૫.૧૦ કરોડ, સોમવારે ૧૦.૫૧ કરોડ અને મંગળારે ૯.૫૭ કરોડની કમા કરી હતી. આ સાથે ફિલ્મે ૫૦ કરોડો આંકડો પાર કરી પાંચ દિવસમાં કુલ ૫૫.૮૧ કરોડની કમાણી કરી છે.
બીજી બાજુ, ‘ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’એ ૪ દિવસમાં માત્ર ૧૪ કરોડની જ કમાણી કરી હતી. આ ફિલ્મ સંજય બારુના પુસ્તક ‘ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર આધારિત છે. જેમાં અનુપમ ખેર, મનમોહન સિંહના પાત્રમાં છે.
વિક્કી કૌશલે તેની ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું, જેનો લાભ ફિલ્મને મળી રહ્યો છે. ૨૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતમાં કુલ ૮૦૦ સ્ક્રીન્સ પર રીલિઝ થઇ હતી. ફિલ્મમાં કેટલાક એક્શન સીન્સ દર્શકોને ખૂબ પસંદ પડ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY