નવીદિલ્હી,તા. ૧૦
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં દિલ્હીની કોર્ટે આજે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટી રાહત આપી હતી. તેમના વચગાળાના રક્ષણની અવધિને સાતમી ઓગસ્ટ સુધી લંબાવી હતી. આનો મતલબ એ થયો કે સાતમી ઓગસ્ટ સુધી બંનેની ધરપકડ થઇ શકશે નહીં. એરસેલ-મેÂક્સસ મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે તપાસ ચાલી રહી છે. ચિદમ્બરમે ૩૦મી મેના દિવસે આ કેસમાં ધરપકડથી રક્ષણ આપવાની માંગ કરીને કોર્ટમાં અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તમામ પુરાવા દસ્તાવેજી સ્વરુપમાં છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમને ત્રીજી જુલાઈના દિવસે મોટી રાહત મળી હતી. કારણ કે, દિલ્હી હાઈકોર્ટે પૂર્વ પ્રધાનની ધરપકડ કરવાથી તેમને વચગાળાન રક્ષણ સાથે સંબંધિત બાબતને લંબાવવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઓગસ્ટ સુધી હવે ચિદમ્બરમની ધરપકડ કરી શકાશે નહીં. સમગ્ર દેશમાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવનાર અને તેમને મુશ્કેલીમાં મુકનાર આઇએનએક્સ મિડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે તપાસમાં સહકાર કરવા કોંગ્રેસી નેતાને આદેશ આપવામાં આવ્યો હતો. સીબીઆઈ દ્વારા જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે હાજર થવા પણ કહેવામાં આવ્યું હતું. આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં ચિદમ્બરમને ધરપકડથી વધુ થોડા ગાળા માટે રક્ષણ મળી ગયું છે. આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમની જામીન અરજીમાં દલિલ કરવામાં આવી હતી કે, આ કેસમાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. કેસમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું ન હતું. ૩૦મી મેના દિવસે ચિદમ્બરમે એરસેલ-મેÂક્સસ કેસમાં ધરપકડથી રક્ષણ માટે ટ્રાયલ કોર્ટમાં રજૂઆત કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આ કેસમાં ધરપકડથી બચવા ચિદમ્બરમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મિડિયા કેસમાં હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. ૩.૦૫ અબજ રૂપિયા અથવા તો ૩૦૫ કરોડ રૂપિયાને આવરી લેતા આઈએનએક્સ મિડિયા કેસ અને ૩૫ અબજ રૂપિયા અથવા તો ૩૫૦૦ કરોડ રૂપિયાની એરસેલ-મેÂક્સસ સોદાબાજી કેસમાં તપાસ સંસ્થાઓના સકંજામાં ચિદમ્બરમની ભૂમિકા આવી ચુકી છે. આગામી દિવસો તેમના માટે મુશ્કેલીરુપ બની શકે છે. યુપીએ-૧ના શાસન દરમિયાન નાણામંત્રી તરીકે ચિદમ્બરમ હતા અને તે ગાળા દરમિયાન એફઆઈપીબી દ્વારા બે સંયુક્ત સાહસોને લીલીઝંડી આપવામાં આવી હતી જેમાં મોટાપાયે ગોટાળા થયા હતા. આઈએનએક્સ મિડિયા કેસમાં ૧૫મી મેના દિવસે ગયા વર્ષે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી. ૩૦૫ કરોડ રૂપિયાના ફંડના મામલામાં આ મામલો આગળ વધ્યો હતો. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૨૮મી ફેબ્રુઆરીના દિવસે ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં ૧૦ લાખ રૂપિયા મેળવવા બદલ તેમની સામે સકંજા મજબૂત કરાયો હતો અને ધરપકડ કરાઈ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



