જસદણ,તા.૨૦
જસદણમાં ૧૧૨ વર્ષના વૃદ્ધાએ કર્યુ મતદાન
ત્યારે જનતા મતદાન કરવા માટે પોતાના મકાનોમાંથી બહાર નીકળી રહ્યાં છે. ત્યારે વૃદ્ધો પણ પાછળ નથી રહ્યા. જસદણમાં નેતાની પસંદગી કરવા માટે ૧૧૨ વર્ષીય વૃદ્ધા પણ મતદાન કરવા માટે પહોંચ્યા. ૧૧૨ વર્ષની ઉંમરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાથે જ મતદાન કરીને યુવાનોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહન આપ્યું.
બંધાણી ગામમાં ૧૦૫ વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન
જસદણમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે મતદાન કરવા માટે યુવાનોથી લઈને મોટેરાઓ સુધી ઉમટી પડ્યા છે. ત્યારે ૧૦૫ વર્ષના વૃદ્ધા પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
દર્દીઓ હોસ્પિટલમાંથી મતદાન કરવા પહોંચ્યા
આ પેટાચૂંટણીને લઇને મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જાવા મળ્યો છે. હોસ્પિટલમાંથી દર્દીઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
દિવ્યાંગોએ કર્યું મતદાન
મહત્વનુ છે કે, જસદણમાં દિવ્યાંગો માટે પણ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. ત્યારે દિવ્યાંગો પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે દિવ્યાંગો મતદાન કરવા પહોંચ્યા. સાથે જ અન્ય લોકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




