અમદાવાદ,તા.૨૫
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ મેઘમહેર થતાં રાજ્યમાં ૮૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો હતો અને વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી હતી. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ૨૭મી ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રારંભથી ધોધમાર વરસાદ વરસતા લોકોને રાહત થઈ હતી તો વડોદરામાં એક જ દિવસે ૧૮ ઈંચ વરસાદ થતાં શહેર આખું બેટમાં ફેરવાયું હતું. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાંથી વરસાદે વિરામ લીધો હોવાથી દિવસે ગરમીમાં પણ વધારો થતા અમદાવાદ અને ડીસામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જ્યારે અનેક જિલ્લામાં તાપમાનનો પારો ઊંચકાતા લોકો ગરમી અને બફારાથી અકળાઈ ઉઠયા હતા. હજુ પણ ઓગસ્ટ મહિનો બાકી છે ત્યારે વરસાદનો રાઉન્ડ આવશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભાદરવા મહિનામાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે તેવા ઉજળા સંજોગો છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે ફરી રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


