મોરબી,તા.૨૪
મોરબી તાલુકામા ૧૫ વર્ષનો લગ્નગાળો ધરાવતા મીનાબેન ભગવાનજીભાઈ ચાવડાએ ઝેરી જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ મૃતક મીનાબેનના બહેને તા. ૨૧/૦૫/૨૦૧૭ના રોજ મીનાબેનના પતિ ગોરધનભાઇ ભગવાનજીભાઈ ચાવડા અને સાસુ પુરીબેન ભગવાનજીભાઈ ચાવડા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, કે તેમના બહેન મીનાબેનને તેમના પતિ અને સાસુએ ચારિત્ર્ય પર શંકા કરી શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈને મીનાબેને જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.
ઉપરાંત મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ તેમને દવાખાનામા લઈ જવાને બદલે ભુવા પાસે ૧૨થી ૧૫ કલાક માટે લઈ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમનાં શરીરમા ફેલાઈ ગયું હતું. જેથી તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં તાલુકા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિવિધ આધાર પુરાવાઓને આધારે સાસુને નિર્દોષ છોડી મુક્યા હતા. જ્યારે ભૂવા પાસે પત્નીને લઈ જનાર પતિને દોષિત ઠેરવીને તેને ૨ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



