(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૨૧ જુલાઇઃ- આહવા ખાતે બેન્ક ઓફ બરોડાના ૧૧૧માં સ્થાપના દિવસની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.ડી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે કેક કાપીને ચીફ મેનેજરશ્રી માનસિંહ ચૌધરીને મોં મીઠુ કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે જણાવ્યું હતું કે, વ્યકિતગત જન્મદિવસની ઉજવણી લોકો કરતા હોય છે પરંતુ બેન્ક જન્મદિવસની ઉજવણી કરે તેવું આહવાામાં પ્રથમ વખત જોવા મળ્યું છે. બેન્કએ સામાન્ય પ્રજાથી માંડીને વેપારી, ઉદ્યોગપતિ, ખેડૂત, નોકરીયાતવર્ગ સહિત સમાજના દરેક વ્યકિત સાથે જોડાયેલ છે. બેન્ક અને પ્રજા એકબીજાની સાથે પુરક રીતે જોડાયેલ છે.
ડાંગ જિલ્લાના તમામ બેન્કર્સને અનુરોધ કરતાં જિલ્લા કલેકટકરશ્રી કુમારે કહ્યું હતું કે, ડાંગ જિલ્લામાં પ્રજાલક્ષી એપ્રોચથી કામગીરી કરે તેમજ જરૂરિયાતમંદ લોકોને લોન આપીને પગભર કરી સ્વાવલંબી બનાવવામાં સહકાર આપે.
કાર્યક્રમ દરમિયાન ડાંગસ્વરાજ આશ્રમની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે આહવાના તમામ બેન્ક મેનેજરશ્રીઓ, નગરશ્રેષ્ઠીઓ, વેપારીઓ, ડોકટરશ્રીઓ, બેન્ક ઓફ બરોડાના ખાતેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

AHVA
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



