કલમ ૧૪૪ લાગુ : અ’વાદમાં ૪થી વધુ વ્યકિત ભેગા નહીં થઇ શકે

0
10

અમદાવાદ,તા.૨૮
ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે તો બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોના કારણે તણાવપૂર્ણ સ્થિતિ જાવા મળી રહી છે. રાજકોટમાં તો પોલીસ કમિશ્નરે ૪ વ્યકિતઓ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, તો હવે આ જાહેરનામું અમદાવાદમાં લાગે તો નવાઇ નહીં.
આગામી ૪ માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી ૨ દિવસના ગુજરાતના પ્રવાસે છે, અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ કાર્યક્રમો અને ઉદ્દઘાટનો કરવાના છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ૨થી ૧૬ માર્ચ દરમિયાન શહેરમાં કોઇ પણ સભા સરઘસ કાઢી શકશે નહીં, હાલ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ૪થી વધારે વ્યકિતઓ ભેગા થવા પર પ્રતિબંધ મુકિયો છે. આ સિવાય ૨થી ૧૬ માર્ચ દરમિયાન શહેરમાં કોઇ સભા સરઘસ કાઢી શકશે નહીં, તેના પર પોલીસ કમિશ્નરે પ્રતિબંધ મુકિયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY