તળાજા તાલુકા ના રાતાખડા ગામેથી પરપ્રાંતીય ઈંગલીશ દારૂની બોટલ નંગ ૭૭ કિંમત રૂપિયા ૭૭,૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી પોલીસ

0
102

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી એલ માલ તેમજ મહુવા ડિવીઝનનાં નાયબ પોલીસ અધિક્ષક એ આપેલ સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબુદ કરવાના અનુસંધાને પો.સબ.ઈન્સ બી.એસ.વેદાણી તથા.તળાજા પોલીસ સ્ટેશનનાં ASI યુ.કે.વોરા , પો.કો.હઠીસિંહ મોરી, પો.કો યોગરાજસિંહ વાળા, પો કો દિગ્વિજયસિંહ રાઠોડ, પો.કો. અરવિંદભાઇ બારૈયા મહુવા DYSP.સ્કોડનાં જયરાજસિંહ ચુડાસમા, તળાજા પોલીસ સ્ટાફ ,મહુવા ડીવાયએસપી સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથે નાં પોલીસ સ્ટાફ ને મળેલ બાતમી મુજબ રાતાખડા સરતાનપર (બંદર) વિસ્તારમાં રહેતાં મનજી ઉર્ફે મના મથુરભાઇ સાંખટ પોતાનાં રહેણાંક મકાને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકિકત મળતા તળાજા પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ..બી.એસ વેદાણી સાહેબને બાતમી હકીકતથી વાકેફ કરતાં તેઓ તથા તળાજા પો.સ્ટે નાં માણસો સાથે રેઇડ કરતાં ઉપરોક્ત બાતમી વાળા મકાને મકાનનાં ફળીયાનો ઝાંપો ખુલ્લો હોય જેથી મકાનનાં ફળીયામાં તપાસ કરતાં ઓસરીમાં આવેલ પાણીયારા પાસે બે પ્લાસ્ટીક ના કોથળા ભરેલ હોય તે પંચો રૂબરૂ તપાસ કરતાં સફેદ પ્રવાહી ભરેલ કાચની નાની નાની બોટલો હોય જે બંન્ને કોથળા માહેની બોટલો જોતા બોટલ ઉપર અંગ્રેજી માં LONDON DIY JIN ૧૮૦ ML સેલ ઇન ઓન્લી દમણ લખેલ સીલપેક બોટલો હોય જે તમામ ગણી જોતા કુલ બોટલ નંગ ૭૭ હોય જે એક બોટલની કી,રૂ, ૧૦૦/ લેખે ગણી કુલ ટોટલ કિંમત રૂ,૭૭,૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ…

આરોપી મનજી ઉર્ફે મના મથુરભાઇ સાખંટ રહે રાતાખડા સરતાનપર તા તળાજા એ પોતાનાં કબ્જામાં ગે.કા.રીતે પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી રેડ દરમિયાન હાજર મળી આવેલ નહી તેની વિરૂધ્ધમાં તળાજા પો.સ્ટેશનમાં પ્રોહિ એકટ કલમ ૬૫(ઈ) ૧૧૬ (બી) મુજબનો ગુન્હો નોંધાવી તેને ઝડપી પાડવાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY