ડાંગ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

0
314

((ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૨૧ જુલાઇઃ- ડાંગ જિલ્લા સંકલન સહ ફરિયાદ  સમિતિની બેઠક ડાંગ જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમાર ના અધ્‍યક્ષ સ્‍થાને ધારાસભ્‍યશ્રી મંગળભાઈ ગાવિત,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.ડી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુનિયા, નાયબ વન સંરક્ષકશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓની ઉપસ્‍થિતિમાં યોજાઈ હતી.

 જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે સંકલન સમિતિમાં તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરતા જણાવ્‍યું હતું કે હવામાન ખાતાની આગાહી ને ધ્‍યાને લઇ તમામ કચેરીઓના વડાઓ સહિત કર્મચારીઓને હેડ કવાર્ટરમાં હાજર રહેવા તેમજ જિલ્લામાં ભેખડ ધસી પડવા કે ઝાડ પડવાથી રસ્‍તાઓ બંધ રહેવા તેમજ કોઇ માણસ તણાઈ જવા જેવા કોઇપણ પ્રકારના બનાવ બને તો સત્‍વરે જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૬૩૧ ૨૨૦૩૪૭ અને ટોલ ફ્રી નં-૧૦૭૭ ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કર્યો હતો. સૌપ્રથમ ધારાસભ્‍યશ્રી દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરશ્રી કુમારે સબંધિત અધિકારીઓને નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

દરેક કચેરીઓમાં હેલ્પ ડેસ્કની વ્યવસ્થા ઝડપથી કરવા જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને સુચના આપતા કહ્યું હતું.

ધારાસભ્‍ય શ્રી મંગળભાઇ ગાવિતે આહવા-લુણાવાડા રૂટની બસ સત્વરે ચાલુ કરવા, આહવા-કોટમાળ બસની સેવા ફરી ચાલુ કરવા, જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં જુની દુધમંડળીઓના રજીસ્ટ્રેશન કરવા, ધુલચોંડ અને જુનાદાવદહાડ ગામોના રસ્તા અંગે રજૂઆત કરી હતી.

 જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં એ.જી.ઓડિટ પારા, સરકારી લ્‍હેણા વસુલાત, પેન્‍શન કેસ, ગ્રામસભા, તુમાર સેન્સસ, સ્‍વચ્‍છતા, આરોગ્‍ય, શિક્ષણ, આંગણવાડી સહિત નાની બચત સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી.

       આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રીઓ શ્રી ત્રિવેદી, શ્રી અગ્નેશ્વર વ્યાસ, નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર  સહિત જિલ્લાના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY